Home /News /entertainment /

B'DAY: આઝાદીની લડાઈમાં ભાગ લઇ ચુકી હતી બોલીવુડની ચુલબુલી માં દિના પાઠક

B'DAY: આઝાદીની લડાઈમાં ભાગ લઇ ચુકી હતી બોલીવુડની ચુલબુલી માં દિના પાઠક

દિના પાઠક, એક્ટ્રેસ

Birthday Anniversary: એક્ટ્રેસ દીના પાઠક (Dina Pathak)એ બોલિવૂડ (Bollywood)માં એક ચુલબુલી માતાને મેળવ્યાં જે તેનાં બાળકોની સાથે સુખ દુખ વહેંચે છે. સાથે જ હસી મજાક પણ કરે છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે, દીના પાઠકે આઝાદીની લડાઇમાં ભાગ લીધો હતો.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં શરૂઆતી સમયમાં માંનો રોલ એક દેવી કે દુખિયારીનો જોવા મળતો હતો. પરંતુ સમય વીતતા પડદા પાર માની એક અલગ છબી ઉભરી આવી. જેનો શ્રેય દિના પાઠકને (Dina Pathak) જાય છે. તેમણે બોલીવુડને એક એવી માં સાથે પરિચય કરાવ્યો જે બાળકોના સુખ-દુઃખમાં સાથ પણ આપતી અને હસી-મજાક પણ કરતી હતી. તેમણે 11 ઓક્ટોબર, 2011ના રોજ 80 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું. આજે તેમનો જન્મદિવસ છે, ત્યારે અમે તેમના જીવન વિશે કેટલી અજાણી વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

    દિના પાઠકનો જન્મ 4 માર્ચ, 1922 ના રોજ ગુજરાતના અમરેલીમાં થયો હતો. આઝાદીની લડાઈમાં ભાગ લેવાના કારણે તેમને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોએજમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

    તેમણે પોતાનું આખું જીવન ભાડાના મકાનમાં ગુજાર્યું હતું. પરંતુ જીવનના છેલ્લા પડાવમાં તેમણે એક મકાન ખરીદ્યું હતું. મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે તેમની 'શ્રીમાન' નામે કપડાં સીવવાની દુકાન હતી. તેમના લગ્ન બલદેવ પાઠક સાથે થયા હતા. તેમને બે પુત્રીઓ રત્ના અને સુપ્રિયા છે. રત્નાના લગ્ન નસીરુદ્દીન શાહ સાથે અને સુપ્રિયા પાઠકના લગ્ન પંકજ કપૂર સાથે થયા છે. અભિનયની દુનિયામાં તેમની બંને પુત્રીઓ પ્રખ્યાત છે.

    દીના પાઠકે પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. રંગમંચ પર ઘણા નાટકો કર્યા બાદ તેમણે કરિયાવર, ઉસકી કહાની, સારા આકાશ, સત્યાકામ જેવી ફિલ્મોથી કરિયરમાં શરૂઆત કરી. દીના પાઠકે ગુલઝારની ફિલ્મ મીરા (1979)માં રાણી કુંવરબાઈનો રોલ કર્યો. તેમણે 1981માં રિલીઝ થયેલી ફિલ્મ ઉમરાઓ જાનમાં હુસૈનીનું પાત્ર ભજવ્યું હતું.

    તેમણે કેતન મહેતાની ભવની ભવાઈ (1980), મિર્ચ મસાલા (1987) અને હોલી (1984)માં, તેમજ સાઈડ અખ્તર મિર્ઝાની 'મોહન જોશી હાજીર હો' અને ગોવિંદ નિહલાણીની સિરીઝ તમસમાં બંતોની ભૂમિકા ભજવી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Birth anniversary, Dina Pathak, Entertainment news, Gujarati Actress, News in Gujarati, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર