શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવા અનિલ અંબાણીએ મોકલ્યું વિમાન

શ્રીદેવીના પરિવારજનો તેમજ તેનો પાર્થિવ દેહ સોમવારે ભારત પહોંચશે.

શ્રીદેવીના પરિવારજનો તેમજ તેનો પાર્થિવ દેહ સોમવારે ભારત પહોંચશે.

 • Share this:
  ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ શરીરને ભારત લાવવા માટે પોતાનું વિમાન દુબઇ મોકલ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ લિમિટેડના 13 બેઠક ધરાવતા ખાનગી વિમાન (એમ્બ્રાયર 135બીએ) રવિવારે 1.30 PM વાગ્યે મુંબઈથી દુબઇ જવા માટે ઉડાન ભરી હતી.

  શ્રીદેવીના પરિવારજનો તેમજ તેનો પાર્થિવ દેહ સોમવારે ભારત પહોંચશે. સોમવારે જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

  શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે અભિનેત્રીનું દુબઇમાં હૃદયરોગના હુમલાને કારણે મોત થયું હતું. બાદમાં તેને રાશિદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.

  શ્રીદેની તેના પતિ બોની કપૂરના ભાણેજ મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા માટે પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી સાથે દુબઇ ગઈ હતી.

  'મિસ્ટર ઇન્ડિયા', 'નગીના', 'સદમા', 'ચાલબાજ', 'ચાંદની', 'ખુદા ગવાહ' જેવી અનેક ભારતીય ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

  વર્ષ 2012માં 15 વર્ષ બાદ 'ઇંગ્લિશ વિંગ્લિશ' ફિલ્મ દ્વારા બોલિવૂડમાં રિ-એન્ટ્રી કરનારી તેમજ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત અભિનેત્રીની અંતિમ ફિલ્મ 2017માં (મોમ) આવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: