#Diwali2019 : અંબાણીની દિવાળી પાર્ટીમાં સેલિબ્રિટીનો જમાવડો

News18 Gujarati
Updated: October 25, 2019, 10:46 AM IST
#Diwali2019 : અંબાણીની દિવાળી પાર્ટીમાં સેલિબ્રિટીનો જમાવડો
અંબાણી પરિવાર

  • Share this:
અંબાણી પરિવાર દ્વારા દર વર્ષે દિવાળી પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. દિવાળીની આ પાર્ટી અંબાણી પરિવાર માટે ખાસ છે. વળી આ વખતે લગ્ન પછી વહૂ શ્વેતા અંબાણીની આ ઘરમાં પહેલી દિવાળી છે. ત્યારે ધનતેરસના એક દિવસ પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાના ઘરના ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં જાણીતા ઉદ્યોગપતિઓ, બૉલિવૂડ અને ક્રિકેટ જગતથી જોડાયેલા સેલેબ્રિટી હાજર રહ્યા હતા.

આ પ્રસંગે અંબાણી પરિવાર એક સાથે પારંપરિક પરિધાનમાં નજરે પડ્યો હતો. નીતા અંબાણીને પિંક રંગનો લહેંગો પહેર્યો હતો, જેમાં તે હંમેશાની જેમ સુંદર અને મનમોહક લાગતી હતી. તો બીજી તરફ મુકેશ અંબાણીએ કુર્તા અને નારંગ રંગની જેકેટ પહેર્યું હતું.





દિકરી ઇશા પણ સાડીમાં સજ્જ થઇને પતિ આનંદ પીરામલ અને સાસુ સસરા સાથે અહીં પહોંચી હતી. ઇશાએ સાસુમાં સાથે મીડિયા સામે ખાસ પોઝ પણ આપ્યો હતો. ઇશાને સુંદર કાંઝીવરમ સાડી પહેરી હતી.



 




View this post on Instagram




 

#ishaambani #diwalibash hosted by #NitaAmbani #MukeshAmbani for #MumbaiIndians team#viralbhayani @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on






તો ઘરની વહુ તેવી શ્લોકા મહેતા અને આકાશ અંબાણીની લગ્ન પછી આ પહેલી દિવાળી હતી. જેમાં બંને એકબીજા સાથે ખુશ નજરે પડતા હતા. શ્લોકા આ પ્રસંગે લાઇટ પિંક ચણિયાચોળી અને ગ્લોડન બ્લાઉઝ પહેર્યું હતું. તો આકાશે બ્લુ અને જાંબુડી રંગનું જેકેટ અને કૂર્તો પહેર્યો હતો.



 




View this post on Instagram




 

Akash Ambani and Shloka Ambani at the Ambani Diwali Bash!


A post shared by Ambanians (@ambanians) on






જો કે સેલિબ્રિટીની વાત કરીએ તો જાહિર ખાન અને સાગરિકા, હાર્દિક પટેલ, યુવરાજ અને રોહિત શર્મા જેવા મુંબઇ ઇન્ડિયન્સ ટીમ અને ક્રિકેટજગતા સેલેબ્રિટી આવ્યા હતા. સાથે જ આ પ્રસંગે અંબાણી પરિવારે તેમનું ઘર ફૂલોથી સજાવ્યું હતું. કૃષ્ણની મૂર્તિ પણ ફૂલો અને ઘાસથી બનાવવામાં આવી હતી. વધુમાં સફેદ અને લાલ ફૂલોથી દીવડાઓની આખી દિવાલ ઊભી કરવામાં આવી હતી. જ્યાં સેલિબ્રિટી આવીને ફોટો પડાવી રહ્યા હતા. નોંધનીય છે કે દર વર્ષે અંબાણી પરિવાર દ્વારા દિવાળીની ખાસ ઉજવણી કરવામાં આવે છે.



 




View this post on Instagram




 

#zaheerkhan #sagarikaghatge at #diwalibash hosted by #NitaAmbani #MukeshAmbani for #MumbaiIndians team#viralbhayani @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on






 


First published: October 25, 2019
વધુ વાંચો
अगली ख़बर