એવું શું થયું હતું કે શ્રીદેવીએ બહેન સાથે બોલવાનું કરી દીધું હતું બંધ?

News18 Gujarati
Updated: February 26, 2018, 3:14 PM IST
એવું શું થયું હતું કે શ્રીદેવીએ બહેન સાથે બોલવાનું કરી દીધું હતું બંધ?
શ્રીદેવી પોતાની બહેન શ્રીલતા સાથે

શ્રીદેવીની બહેન, ભાઈ અને પેરેન્ટ્સની તેની ફિલ્મની કારકિર્દીમાં ત્યાં સુધી દખલ રહી જ્યાં સુધી તેણે લગ્ન ન કરી લીધા.

  • Share this:
એક જમાન હતો જ્યારે બોલિવૂડની સુપ્રસિદ્ધ સ્ટાર શ્રીદેવી અને તેની બહેન શ્રીલતાના સંબંધની મિશાલ આપવામાં આવતી હતી કે બહેનો હોય તો આવી. પરંતુ બાદમાં બંને બહેનો વચ્ચે સંબંધો એવા તો વણસ્યા કે વાતચીત કરવી તો ઠીક વર્ષો સુધી કોર્ટમાં કેસ પણ ચાલ્યો હતો.

શ્રીદેવીની બહેન, ભાઈ અને પેરેન્ટ્સની તેની ફિલ્મની કારકિર્દીમાં ત્યાં સુધી દખલ રહી જ્યાં સુધી તેણે લગ્ન ન કરી લીધા. તેની બહેન શ્રીલતાએ લાંબા સમય સુધી શ્રીદેવીનું કામ સંભાળ્યું હતું.

શ્રીદેવી જ્યારે દક્ષિણ ભારતમાં સુપરસ્ટાર હતી અને બાદમાં બોલિવૂડમાં પ્રવેશ કર્યો તેની પાછળ તેની બહેનનું મહત્વનું યોગદાન હોવાનું કહેવામાં આવે છે. શ્રીલતાએ અનેક વર્ષો સુધી શ્રીદેવીની સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવી હતી. શ્રીદેવીએ કઈ ફિલ્મ કરવી જોઈએ અને કઈ નહીં, કોની સાથે મુલાકાત કરવી જોઈએ અને કોની સાથે નહીં એ જોવાનું કામ શ્રીલતાનું હતું. તે ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકોને ડેટ આપવાનું કામ પણ કરતી હતી.

માતા અને બહેન સાથે શ્રીદેવી


પડછાયાની જેમ રહેતી હતી સાથે

શ્રીદેવી જ્યારે બોલિવૂડમાં આવી ત્યારે શરૂઆતના વર્ષોમાં શ્રીલતા તેની સાથે રહેતી હતી. તેની સફળ કારકિર્દી પાછળ શ્રીલતાના ફાળાને અવગણી શકાય નહીં. શ્રીદેવી દરેક શૂટિંગ લોકેસન્સ, સેટ્સ અને ત્યાં સુધી કે ફિલ્મની પાર્ટીઝમાં પણ બહેન સાથે જ જોવા મળતી હતી. જ્યારે શ્રીલતાએ તાલિમનાડુના રાજકારણી સંજય રામાસ્વામી સાથે લગ્ન કર્યા ત્યારે શ્રીદેવી પરેશાન થઈ ગઈ હતી. તેને વાતની ચિંતા હતી કે હવે તેનું કામ કોણ કરશે.
માતા સાથે શ્રીદેવી


બે દશકા સુધી ચાલી કાયદાકીય લડાઈ

બહેન સાથે શ્રીદેવીની કાયદાકીય લડાઈ બહુ લાંબી ચાલી હતી. સંપત્તિ વિવાદને લઈને એક કેસ મદ્રાસ હાઈકોર્ટમાં આશરે દસ વર્ષ સુધી ચાલ્યો હતો. બંને વચ્ચેનાં સંબંધો એટલા તો વણસી ગયા હતા કે બંને એકબીજા સાથે વાતચીત પણ કરતી ન હતી.

બંને વચ્ચે ચેન્નાઇ અને મુંબઈમાં અનેક સંપત્તિઓને લઈને થયો હતો. તેની માતાનું અમેરિકાની એક હોસ્પિટલમાં નિધન થયા બાદ મળેલા વળતરની રકમને લઈને પણ બંને બહેનો વચ્ચે કેસ ચાલ્યો હતો. શ્રીદેવીની માતા રાજેશ્વરી અયપ્પનનું અમેરિકામાં એક હોસ્પિટલમાં મોત થયું હતું. શ્રીદેવીના પરિવારે હોસ્પિટલ સામે સારવારમાં બેદરકારી રાખવામાં આવ્યાનો કેસ કર્યો હતો. કેસ અમેરિકન કોર્ટમાં પહોંચ્યો હતો. બાદમાં અમેરિકન કોર્ટે વળતર તરીકે રૂ. 7.2 કરોડ આપવાનો આદેશ કર્યો હતો.

રકમની વહેંચણી પર હતો વિવાદ

આ રકમ મામલે પરિવારમાં વિવાદ થયો હતો. શ્રીલતા આખા પરિવારને કોર્ટમાં લઈ ગઈ હતી. મદ્રાસ હાઈકોર્ટના ફેંસલામાં બે કરોડ રૂપિયા શ્રીલતાના ભાગમાં આવ્યા હતા. બંને બહેનો વચ્ચે અન્ય સંપત્તિઓને લઈને પણ વિવાદ હતો. બાદમાં શ્રીદેવીના પતિ બોની કપૂરે મધ્યસ્થી કરીને તમામ મુદ્દાઓનું સમાધાન લાવી દીધું હતું. બંને બહેનો વચ્ચે સંબંધો સારા થઈ ગયા હતા. વર્ષ 2013માં શ્રીદેવીને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો ત્યારે શ્રીલતા અને તેના પતિ સંજય સામાસ્વામીએ શ્રીદેવીને ચેન્નાઈમાં એક જોરદાર પાર્ટી પણ આપી હતી.
First published: February 26, 2018, 3:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading