સંબંધમાં કડવાશ હોવા છતાં અર્જુન કપૂરે આવી રીતે નિભાવ્યો 'પુત્ર હોવાનો ધર્મ'

News18 Gujarati
Updated: February 28, 2018, 3:38 PM IST
સંબંધમાં કડવાશ હોવા છતાં અર્જુન કપૂરે આવી રીતે નિભાવ્યો 'પુત્ર હોવાનો ધર્મ'
અર્જુન કપૂર (ફાઈલ તસવીર)

  • Share this:
Moulshree Kullkarni

બોલિવૂડની પ્રથમ ફીમેલ સુપરસ્ટાર 54 વર્ષીય અભિનેત્રી શ્રીદેવી આ દુનિયાને અલવિદા કહીને ચાલી ગઈ. બુધવારે યોજાયેલી પ્રાર્થના સભામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ફિલ્મી દુનિયાના મોટાભાગના લોકો તેની પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા. આખો કપૂર પરિવાર અહીં હાજર હતો. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ રહી કે શ્રીદેવીના સાવકા બાળકો અર્જુન અને અંશુલા કપૂર પણ આ સમયે પરિવારના પડખે ઉભા રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે શ્રીદેવીના તેના સાવકા બાળકો સાથે બોલવાના પણ સંબંધો ન હતા.

બોની કપૂર અને મૌના શૌરીના બાળકો અર્જુન કપૂર અને અંશુલાએ બાળપણમાં જ માતા-પિતાની જુદાઈ, પિતાની જિંદગીમાં નવી સ્ત્રીના પ્રવેશ અને કેન્સરના કારણે માતાનાં મોતને જોયું હતું. અર્જુન કપૂરે પોતાની ફિલ્મ 'ગુંડે'ના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે ક્યારેય શ્રીદેવીને તેના પરિવારનો હિસ્સો માની શક્યો નથી.

પિતા બોની કપૂર અને શ્રીદેવીથી અર્જુન હતો નારાજ

આ વાત સનાતન સત્ય સમાન હતી. અર્જુન કપૂર શ્રીદેવી સાથે વાત કરતો ન હતો. આમ પણ આ વાત સ્વાભાવિક છે કે, જ્યારે તેનો પિતા તેની માતાને દગો આપીને બીજા લગ્ન કરે ત્યારે નવી આવનાર સ્ત્રી અથવા સાવકી માતા પ્રત્યે બાળકોના મનમાં વેરભાવ રહે જ.

પરંતુ ઉંમર વધવાની સાથે સાથે અર્જુન કપૂરે શ્રીદેવી સાથે હળવા-મળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો પરંતુ તે ક્યારેય તેને પોતાના પરિવાનો હિસ્સો ન માની શક્યો. અર્જુન પોતાના પરિવારમાં હંમેશા ભાઈ-બહેનમાં સોનમ, રીયા, હર્ષવર્ધન અને શનાયાનો ઉલ્લેખ કરતો રહે છે. પરંતુ આજ દિવસ સુધી તેણે જ્હાનવી અને ખુશીને પોતાની બહેન તરીકે ઉલ્લેખ કર્યો નથી. તે પોતે પણ કબૂલે છે કે ક્યારેક સામે મળી જાય ત્યારે હાય-હેલ્લો થાય છે પરંતુ તે લોકો તેના પરિવારના સભ્યો નથી.શ્રીદેવી અર્જુન અને અંશુલા સાથે બોની કપૂરને વાત કરતા રોકતી હતી

કહેવામાં આવે છે કે શ્રીદેવી બોની કપૂરને લઈને ખૂબ જ પઝેસિવ હતી. તે બોની કપૂરની પ્રથમ પત્ની મોનાની માતાએ તેની સાથે કરેલા ખરાબ વ્યવહારને ભૂલી શકી ન હતી. આ માટે જ જ્યારે મોનાના અંતિમ સંસ્કારમાં બોની કપૂર સામેલ થયા ત્યારે શ્રીદેવી તેનાથી ખૂબ નારાજ થઈ હતી. અર્જુન અને અંશુલા ભાવાત્મક રીતે તેની નાનીથી ખૂબ જ નજીક હતા. પતિનું ત્યાં જવું શ્રીદેવીને સારુ લાગતું ન હતું. બોની અનેક વખત આને લઈને શ્રીદેવીના ગુસ્સાનો શિકાર પણ બન્યા હતા.

અર્જુન કપૂરે જે કર્યું તે પ્રશંસનીય

આખી જિંદગી અર્જુન કપૂર શ્રીદેવીથી નારાજ રહ્યો હતો. ક્યાંક ને ક્યાંક તે પોતાના પરિવારમં ભંગાણ માટે શ્રીદેવીને જવાબદાર ગણતો હતો. પરંતુ જ્યારે તેની સાવકી માતા શ્રીદેવીનું મોત થઈ ગયું ત્યારે તે પોતાના પિતાને સહારો આપવા માટે દુબઇ પહોંચી ગયો હતો. શ્રીદેવી અને તેની પુત્રીઓ અર્જુન કપૂરની માતાની અંતિમ યાત્રામાં આવ્યા ન હતા. પરંતુ અર્જુન કપૂર અને અંશુલા ભૂતકાળને ભૂલીને ખુશી અને જ્હાન્વીના દુઃખમાં ભાગીદાર બન્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી બોની કપૂરના બંને મોટા બાળકો તેની ફરજ નિભાવી રહ્યા છે.
First published: February 28, 2018
વધુ વાંચો
अगली ख़बर