'પરણિત પૂરુષ માટે કોઇ મહિલા આટલી પાગલ થઇ શકે' આ વાક્ય પર જ્યારે રેખાએ કહ્યું, મને પૂછો?

ઇન્ડિયન આઇડલનાં સ્ટેજ પર રેખાની અદાઓ

શનિવારનાં રોજ ટેલિકાસ્ટ થયેલાં એપિસોડમાં જય ભાનુશાલીને જ્યારે શોની સ્પર્ધક સાયલી કાંબલેનાં પિતાની મસ્તી કરતો હતો ત્યારે તેણે મજાકમાં રેખા અને નેહા કક્કડને પુછ્યું કે, 'શું તમે ક્યારેય જોયુ છે કે, કોઇ મહિલા કોઇ પુરુષ માટે આ હદે પાગલ થઇ જાય.. તે પણ પરણિત પૂરૂષ માટે.. '

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સોની ટીવીનાં સુપરહિટ રિયાલિટી સિંગિંગ શો 'ઇન્ડિયન આઇડલ 12'માં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે રેખા આવ્યા હતાં. એવરગ્રીન રેખા તેમની સુંદરતાની સાથે સાથે તેમનાં જલવાથી પણ છવાઇ ગયા. આજે પણ શોમાં તેઓ જોવા મળશે. જોકે આ સાથે જ ગત રાતનાં એપિસોડમાં જ્યારે પરણિત પરૂષ પાછળ ઘેલી મહિલાની વાત નીકળી ત્યારે રેખાએ એવો જવાબ આપ્યો કે, સૌ કોઇનાં હાવ ભાવ જોવા જેવાં થઇ ગયા હતાં.

  શનિવારનાં રોજ ટેલિકાસ્ટ થયેલાં એપિસોડમાં જય ભાનુશાલીને જ્યારે શોની સ્પર્ધક સાયલી કાંબલેનાં પિતાની મસ્તી કરતો હતો ત્યારે તેણે મજાકમાં રેખા અને નેહા કક્કડને પુછ્યું કે, 'શું તમે ક્યારેય જોયુ છે કે, કોઇ મહિલા કોઇ પુરુષ માટે આ હદે પાગલ થઇ જાય.. તે પણ પરણિત પૂરૂષ માટે.. '  નેહા જવાબ આપે તે પહેલાં રેખાએ કહ્યું હતું, 'મને પૂછો ને?' આ સાંભળતા જ જય ભાનુશાલી સહિત તમામ લોકો રેખાની સામે જોવા લાગે છે. જોકે, પછી રેખા તરત જ કહે છે, 'હું કંઈ બોલી નથી.' આ સાંભળીને જય સહિત નેહા કક્કર, હિમેશ રેશમિયા, વિશાલ તમામનાં ચહેરાનાં હાવભાવ જોવા લાયક હોય છે. એટલું જ નહીં વિશાલ તો તેની ચેર પરથી ઉભો થઇ જાય છે. અને રેખાને સલામ કરવા લાગે છે.  વેલ ભલે રેખાએ શોમાં એકપણ વખત અમિતાભ બચ્ચનનું નામ ન લીધુ હોય પણ તેની હરકતોથી તેણે દર્શકોને ઘણી વખત તેનાં અને અમિતાભનાં પ્રેમની યાદ અપાવી દીધી હતી. આ પહેલાં પણ જ્યારે સિંગર દાનિશે અમિતાભ બચ્ચનનું મુક્કદર કા સિંકંદર સોન્ગ ગાયુ તો તેણે તેને 2000 રૂપિયાની નોટ આપી હતી.  ઇન્ડિયન આઇડલ પર આવેલી રેખાનાં આ એપિસોડને 'મલ્લિકાએ ઇશ્ક રેખા' નામ આપ્યું છે. આજે રાત્રે પણ રેખાની કન્ટેસ્ટંટ સાથે મસ્તી જોવા મળશે.
  Published by:Margi Pandya
  First published: