રેખાના બંગલાના સુરક્ષાકર્મીને થયો કોરોના, ઘરની બહાર BMCએ લગાવી નોટિસ

રેખાના બંગલાના સુરક્ષાકર્મીને થયો કોરોના, ઘરની બહાર BMCએ લગાવી નોટિસ
રેખા મુંબઈના બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં સી સ્પ્રિંગ્સ બંગલામાં રહે છે અને તેમના બંગલાની સુરક્ષામાં હંમેશા બે સુરક્ષાકર્મી રહે છે.

રેખા મુંબઈના બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં સી સ્પ્રિંગ્સ બંગલામાં રહે છે અને તેમના બંગલાની સુરક્ષામાં હંમેશા બે સુરક્ષાકર્મી રહે છે.

  • Share this:
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક : બોલિવૂડ સ્ટાર્સના ઘરોમાં કોરોના વાયરસના કેસમાં વધારો થવાનું ચાલુ જ છે. થોડા દિવસ પહેલાં આમિર ખાનની ટીમના 7 સભ્યોને કોરોના વાયરસ હોવાના સમાચાર સામે આવ્યા હતા, જેમાંથી બે આમિર ખાનના સુરક્ષાકર્મી હતા. હવે લેજન્ડરી એક્ટ્રેસ રેખાના મુંબઈ સ્થિત બંગલા સી સ્પ્રિંગ્સના એક સુરક્ષાકર્મીને કોરોના થયો હોવાનોરિપોર્ટ આવ્યો છે.

    રેખા મુંબઈના બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં સી સ્પ્રિંગ્સ બંગલામાં રહે છે અને તેમના બંગલાની સુરક્ષામાં હંમેશા બે સુરક્ષાકર્મી રહે છે. પરંતુ કેટલાક દિવસ પહેલા એક સુરક્ષાકર્મી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો હતો અને હાલમા તેની સારવાર બાંદ્રાના બીકેસી સ્થિત કોવિડ ફેસિલિટીમાં ચાલી રહી છે.





    BMCએ નિયમો અનુસાર, રેખાના બંગલાની બહાર કન્ટેઈનમેન્ટ ઝોન હોવાની નોટિસ લાગીવી દિધી છે અને કોરોના વાયરસના દર્દી મળી આવ્યા બાદ બંગલાને તાત્કાલિક સેનેટાઈઝ પણ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો- આ બંગાળી એક્ટ્રેસ તેનો પતિ અને માતા-પિતા ચારેય કોરોના પોઝિટીવ

    ઉલ્લેખનીય છે કે જો બોલીવૂડની વાત કરવામાં આવે તો કોરોના વાયરસના કારણે બે ફિલ્મી હસ્તિઓના મોત થઈ ચૂક્યા છે. 1 મેના રોજ જાણીતા સંગીતકાર વાજિદનું મોત કોવિડ 19 અને કિડનીની બીમારીને કારણે થયું હતું. 70-80ના જાણીતા નિર્માત અનિલ સૂરી પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા.
    Published by:Margi Pandya
    First published:July 11, 2020, 18:20 pm

    ટૉપ ન્યૂઝ