રેખાએ કાળા ચશ્મા પહેરી બાદશાહ સાથે લગાવ્યાં જબરદસ્ત ઠુમકા, VIDEO VIRAL

રેખાએ લગાવ્યા બાદશાહ સાથે ઠુમકા

એક્ટ્રેસ રેખા (Rekha)નો આ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રેખા રેપર બાદશાહ (Badshah)નાં મર્સી (Mercy Song) સોન્ગ પર ચશ્મા ચડાવી ડાન્સ કરતી નજર આવે છે

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ રેખા (Rekha) તેની એક્ટિંગ અને સુંદરતા માટે પ્રખ્યાત છે. રેખાનાં ફેન્સ આજે પણ તેની સુંદરતા અને અંદાજ પર ફિદા છે. 66 વર્ષની રેખા એક્ટિંગમાં તો બેમિસાલ છે પણ તે એક શ્રેષ્ઠ ડાન્સર પણ છે. આ વાતને ફરી એક વખત રેખાનાં વીડિયોમાં નજર આવે છે. હાલમાં જ એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રેખાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ રેપર બાદશાહ (Badshah)નાં ગીત મર્સી (Mercy Song) પર મસ્ત ડાન્સ કરે છે.

  વીડિયોમાં જોઇ શકાય છે કે, રેખા (Rekha) કાળા ચશ્મા પહેરી બાદશાહ (Badshah)નાં ગીત પર ખુબ ડાન્સ કરે છે. રેપર પણ રેખાનો આ અંદાજ જોઇને દંગ રહી જાય છે. વીડિોયમાં રેખા ક્રિમ કલરની સાડીમાં નજર આવે છે. જેમાં તે ઘણી જ સુંદર લાગે છે. રેખાનાં આ વીડિયો પર ફેન્સ ખુબ કમેન્ટ કરી રહ્યાં છે. અને તેમનાં રિએક્શન આપી રહ્યાં છે.  આપને જણાવી દઇએ કે (Rekha) તેમનાં ફિલ્મી કરિઅરમાં ઘણી જ સુપરહિટ ફિલ્મ આપી છે. તેમનાં ડાન્સનાં લાખો લોકો દિવાનાં છે. રેખાએ 1966માં સાઉથ ફિલ્મ 'રંગુલા રત્નમ'થી તેમનાં ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે બાળ કલાકાર હતી. રેખાએ અત્યાર સુધીમાં આશરે 175 હિન્દી અને સાઉથ ફિલ્મોમાં કામ કર્યુ છે. રેખા ભારત સરકાર તરફથી પદ્મશ્રીથી સન્માનિત થઇ ચુક્યા છે.
  Published by:Margi Pandya
  First published: