Home /News /entertainment /

ફરીથી ટેલિવિઝન પર આવશે કોન બનેગા કરોડપતિ, KBC સીઝન 12ની રજિસ્ટ્રેશન તારીખો જાહેર

ફરીથી ટેલિવિઝન પર આવશે કોન બનેગા કરોડપતિ, KBC સીઝન 12ની રજિસ્ટ્રેશન તારીખો જાહેર

KBCની સીઝન 12ની જાહેરાત

અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા લોકપ્રિય શો KBC ને લઈને મોટા સમાચાર આવ્યા છે.

    મુંબઈ : ટેલિવિઝનના અતિપ્રિય શો કોન બનેગા કરોડપતિને લઈને ખૂબ મોટા સમાચાર આવ્યા છે. કોન બનેગા કરોડપતિની સીઝન 12 (KBC 12)ની જાહેરાત થઈ છે. આ સીઝનમાં અમિતાભ બચ્ચન (Amitabh bacchan) ફરીથી દેશને પોતાના નસીબ અજામવવા માટે એક અદભૂત રમત રમાડશે. કોન બનેગા કરોડપતિની સીઝન 12ના રજિસ્ટ્રેશનની તારીખ તાજેતરમાજ જાહેર કરવામાં આવી છે.

    સોની ટીવીના ઑફિશયલ યૂટ્યૂબ ચેનલ પર અમિતાભ બચ્ચનનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બીગ બી કેબીસીની સિઝન 12ના રજિસ્ટ્રેશનની તારીખ આપી રહ્યા છે. આ વીડિયોમાં અમિતાભ કહી રહ્યા છે કે દરેક બાબતમાં બ્રેક લાગી શકે છે પરંતુ કેબીસીમાં બ્રેક ન લાગી શકે.

    આ પણ વાંચો :  પતિ ઋષિ કપૂરના અવસાન બાદ પત્ની નીતુએ ભાવુક થઈ ખાસ તસવીર પોસ્ટ કરી, Instagramમાં લખ્યું, 'અમારી વાર્તા પૂરી'

    રજિસ્ટ્રેશનની તારીખ જાહેર

    સોનીએ પોસ્ટ કરેલા વીડિયોમાં અમિતાભ બચ્ચનના જણાવ્યા મુજબ કોન બનેગા કરોડપતિની સીઝન 12નું રજિસ્ટ્રેશન આગામી 9મી તારીખે રાત્રે 9 વાગ્યાથી થશે. અમિતાભના જણાવ્યા મુજબ 9મી મેના રોજ રાત્રે 9 વાગ્યાથી સોની ટેલિવિઝન પર રજિસ્ટ્રેશન ખૂલશે.



    અમિતાભ બચ્ચને આ વીડિયોને ઘર પર રહીને શૂટ કર્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ અમિતાભ બચ્ચને આ વીડિયોને ઘરમાં રહીને શૂટ કર્યો છે અને લૉકડાઉન બાદ જ્યારે સ્થિતિ હળવી બનશે ત્યારથી શરૂ કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Amitabh Bacchan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन