એશિયન ગેમ્સના 9મા દિવસે ભારતને મેડલ તો મળ્યો પરંતુ સાથે નિરાશા પણ મળી. સાયના નેહવાલને બેડમિન્ટન સેમિફાઈલમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાયના નેહવાલ ચીની તાઈપેની જુ યિંગ સામે સીધી ગેમમાં મેચ હારી ગઈ છે. આ હાર સાથે સાયના નેહવાલ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. સાયના નેહવાલ 21-17, 21-14થી મેચ હારી છે.
જોકે, સાયના નેહવાલ મેચ હાર્યા બાદ પણ એક ઈતિહાસ રચ્યો છે. સાયના એશિયન ગેમ્સમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા શટલર બની ગઈ છે. .
36 વર્ષ બાદ મળ્યો મેડલ આ પહેલો મોકો છે, જેમાં એશિયાઈ રમતમાં બેડમિંટન સ્પર્ધામાં મહિલા સિંગલમાં ભારતને મેડલ મળ્યો છે. આ પહેલા ક્યારે પણ કોઈ શટલરે મહિલા સિંગલમાં મેડલ નહોતો જીત્યો. રેકોર્ડની વાત કરીએ તો, બેડમિંટન સિંગલ ઈવેન્ટમાં છેલ્લી વખત સૈયદ મોદીએ 1982માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, સાયના નેહવાલ અને તાઈ જૂ યિંગ વચ્ચે આ પહેલા 16 મુકાબલા થયા છે, જેમાંથી ભારીય શટલર સાયના માત્ર પાંચ મેચમાં જીતી શકી છે, જ્યારે 11 મુકાબલા યિંગે પોતાના નામે કરેલા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના ખાતામાં એશિયન ગેમ્સ 2018માં અત્યાર સુધીમાં કુલ 37 મેડલ આવી ગયા છે. ભારતે અત્યાર સુધીમાં 7 ગોલ્ડ, 10 સિલ્વર અને 20 બ્રોન્ઝ જીત્યા છે. આજે જેવલિન થ્રોઅર નીરજ ચોપડા ગોલ્ડ જીતી શકે છે, જ્યારે આર્ચરીમાં ભારતની પુરૂષ અને મહિલા ટીમ ફાઈનલમાં પહોંચી ચુકી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર