કેમ દુબઇમાં રોકાઇ હતી શ્રીદેવી? જાણવા મળ્યું રસપ્રદ કારણ

હવે શ્રીદેવી દ્વારા બનાવવામાં આવેલી આ પેઇન્ટિંગ્સની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે

News18 Gujarati
Updated: March 2, 2018, 9:23 AM IST
કેમ દુબઇમાં રોકાઇ હતી શ્રીદેવી? જાણવા મળ્યું રસપ્રદ કારણ
હવે શ્રીદેવી દ્વારા બનાવવામાં આવેલી આ પેઇન્ટિંગ્સની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે
News18 Gujarati
Updated: March 2, 2018, 9:23 AM IST
મુંબઇ: શ્રીદેવીનાં ચાહનારાઓ તેમની દરેક નાનામાં નાની વાત વીશે જાણવા માંગતા હોય છે. અને તેમની ખબરોની અપડેટ પણ રાખતા હોય છે. પણ શું તમે જાણો છો કે શ્રીને પેઇન્ટિંગનો પણ ઘણો શોખ હતો. તેમણે સોનમ કપૂરની એક પેઇન્ટિંગ બનાવી હતી. જેની હરાજી દુબઇમાં થવાની હતી. એક રિપોર્ટ પ્રમાણે, મોહિત મારવાહનાં લગ્ન અટેન્ડ કર્યા બાદ શ્રીદેવી આ પેઇન્ટીગની હરાજી માટે દુબઇ રોકાઇ હતી. પણ 24 ફેબ્રુઆરીની રાત્રે જ તેમનું નિધન થઇ ગયું.

સોશિયલ કોઝ માટે હરાજી થવાની હતી આ પેઇન્ટિંગની
એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2010માં એક ઇન્ટરનેશનલ આર્ટ હાઉસે શ્રીદેવીને તેમની પેઇન્ટિંગ્સ માટે અપ્રોચ કર્યો હતો. પણ તેમણે ઇન્કાર કર્યા હતાં. દુબઇમાં આયોજાનારો આ ઓક્શન સોશ્યલ કોઝ માટે રાખવામાં આવવાનો હતો. આ જ કારણ છે કે શ્રીદેવીએ તેમાં રસ દાખવ્યો હતો.
Loading...

#sridevipainting @sridevi.kapoor @jahnavi_kapoor @khushi05k @arjunkapoor @art_daily @sublime_art__ @drawing.expression #Rip 💔


A post shared by Umesh Tanwar (@u__tanwar) on


દુબઇમાં સોનમ કપૂરની વધતી ફેન ફોલોઇંગને જોતા આ પેઇન્ટિગ્સ પર સારી એવી રકમ મળશે તેવી આશા હતી. સોનમ કપૂરની સાથે જ શ્રીદેવીએ એક માઇકલ જેક્સનની પણ એક પેઇન્ટિંગ બનાવી હતી. જેને તે સોનમની પેઇન્ટિંગ સાથે જ હરાજીમાં મુકવાની હતી.

સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે પેઇન્ટિંગની તસવીર
હવે શ્રીદેવી દ્વારા બનાવવામાં આવેલી આ પેઇન્ટિંગ્સની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. આ પેઇન્ટિંગ્સ હાલમાં ચર્ચાઓ વધી ગઇ છે.
First published: March 1, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...