'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી (TMKOC TV Show) પર સૌથી લાંબો સમય ચાલનારા શોમાંથી એક છે. આ શો છેલ્લા 14 વર્ષથી વધુ સમયથી દર્શકોનું મનોરંજન (Entertainment) કરી રહ્યો છે. આ શોમાં જેઠાલાલ (Jethalal) ઘણી વાર કોઇને કોઇ મુશ્કેલીમાં ફસાઇ જતા જોવા મળે છે. તેની કુંડળીમાં ઉતાર-ચઢાવ એ શોનો મુખ્ય ભાગ છે.
જેઠાલાલની મૂછોથી માંડીને કોમેડી સુધી બધું જ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. જેઠાલાલનું સાચું નામ દિલીપ જોશી (Dilip Joshi) છે અને તે શરૂઆતથી જ આ શોનો ભાગ રહ્યા છે.
શોમાં જેઠાલાલ અને બબીતા જી વચ્ચે સારી મિત્રતા બતાવવામાં આવે છે. ઘણી વખત બબીતાજીને યાદ કરીને જેઠાલાલ અનેક વિચારો પણ કરવા લાગે છે. આ સાથે જ દિશા વાકાણીએ જેઠાલાલની પત્નીનો રોલ કર્યો છે. જોકે, તે લાંબા સમયથી શોમાંથી ગાયબ છે અને તેના આવવા પર સસ્પેન્સ છે. તો આજે અમે તમને જેઠાલાલની રીયલ લાઇફ પાર્ટનર (Dilip Joshi Lifestyle, Life Partner) વિશે જણાવીશું. જેઓ દેખાવમાં એકદમ સુંદર છે.
આ છે જેઠાલાલનો પરીવાર
જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેઓ પોતાના અંગત જીવનને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. દિલીપ પોતાની પત્ની સાથે એવોર્ડ શો કે અન્ય સમારોહમાં ક્યારેક જ જોવા મળે છે. તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. જેઠાલાલે 1990 ના દાયકામાં જયમાલા જોશી સાથે લગ્ન કર્યા હતા. બંને વચ્ચે ઘણો પ્રેમ છે. આ દંપતીને બે બાળકો પણ છે. પુત્રી નિયતિ જોશીના લગ્ન 2021 માં થયા હતા. સાથે જ દિલીપના પુત્રનું નામ ઋત્વિક જોશી છે.
આજે દિલીપ જોશીને દરેક ઘરમાં ઓળખવામાં આવે છે. તે નાના પડદાના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંનો એક છે. પરંતુ અત્યાર સુધીની તેમની સફર મુશ્કેલીથી ભરપૂર રહી છે. દિલીપને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. દિલીપ જોશીએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 1989માં આવેલી ફિલ્મ 'મૈને પ્યાર કિયા' તેમની કારકિર્દીની પ્રથમ ફિલ્મ હતી. આ પછી તે 'હમ આપકે હૈ કૌન', 'ખિલાડી 420' અને 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે.
એક વર્ષ સુધી રહ્યા બેરોજગાર
તેમણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોનો ભાગ બન્યા પહેલા 18 વર્ષ સુધી થિયેટર કલાકાર તરીકે કામ કર્યું હતું. તે ઘણા ટેલિવિઝન શોમાં પણ જોવા મળ્યા છે. એક સમયે દિલીપ જોશી એક વર્ષ સુધી બેરોજગાર હતા, પરંતુ વર્ષ 2008માં તેમનું ભાગ્ય ચમક્યું અને ભાગ્ય કાયમ માટે બદલાઈ ગયું. આજે જેઠાલાલ દરેક એપિસોડ માટે લગભગ દોઢ લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેઓ કોમર્શિયલ એડ્સથી પણ કમાય છે. તેમની નેટવર્થ 45 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર