Home /News /entertainment /

અજય દેવગને The Kashmir Files પર આપી પ્રતિક્રિયા - ક્યારેક-ક્યારેક સત્ય, કલ્પના કરતાં વધુ આકર્ષિત કરે છે

અજય દેવગને The Kashmir Files પર આપી પ્રતિક્રિયા - ક્યારેક-ક્યારેક સત્ય, કલ્પના કરતાં વધુ આકર્ષિત કરે છે

અજય દેવગનની ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈ પ્રતિક્રિયા

'રનવે 34'ના ટ્રેલર (Runway 34 trailer) લૉન્ચ પ્રસંગે અજય દેવગન (Ajay Devgn) ને 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ની સફળતા સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ફિલ્મ 'રનવે 34' (Runway 34) પણ એક સત્ય ઘટના પર આધારિત છે

    ફિલ્મ 'શિવાય' બાદ અજય દેવગન (Ajay Devgn) ફરી એકવાર ડિરેક્ટરની ખુરશી પર બેઠો છે અને આ વખતે તે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને ડિરેક્ટ કરતો જોવા મળશે. અજય દેવગન, અમિતાભ બચ્ચન અને રકુલપ્રીત સ્ટારર ફિલ્મ 'રનવે 34' (Runway 34) નું ટ્રેલર એક દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ દિવસોમાં ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) ની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) બોક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ બનાવી રહી છે. આવી સ્થિતિમાં અજય દેવગન પણ આ ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.

    'રનવે 34'ના ટ્રેલર (Runway 34 trailer) લૉન્ચ પ્રસંગે અજય દેવગનને 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પત્રકારે અજય દેવગનને પૂછ્યું કે અમે બધા ધ કાશ્મીર ફાઇલ્સની સફળતા જોઈ રહ્યા છીએ, તેમની ફિલ્મ 'રનવે 34' પણ એક સત્ય ઘટના પર આધારિત છે, તો શું સાચા દર્શકોને આકર્ષવા માટે કોઈ નવું માધ્યમ છે. આના પર અજયે કહ્યું, 'ના એવું નથી, એવું માત્ર ભારતમાં જ નથી. તે આખી દુનિયામાં છે. જેમ કે મેં ભૂતકાળમાં ધ લિજેન્ડ ઑફ ભગત સિંહ જેવી ફિલ્મો કરી છે... કેટલીક વાર્તાઓ એટલી પ્રેરણાદાયી હોય છે કે તમે તેના જેવું કાલ્પનિક ન લખી શકો.

    અજય દેવગને આગળ કહ્યું, 'આઈડીયા એ નથી હોતો કે કોઈ વાસ્તવિક ઘટના શોધો, જ્યારે તમે કંઈક સાંભળો છો, ત્યારે તમને લાગે છે કે આ ખૂબ જ અલગ ઘટના બની છે, તે વિશ્વની સામે આવવી જોઈએ. તેથી જ અમે તેને પસંદ કરી છે. નહિંતર આપણે પોતે વાર્તાઓ લખીએ છીએ અને બનાવીએ છીએ.

    આ પણ વાંચો - રણબીર કપૂર-શ્રદ્ધા કપૂર ડાન્સ કરી રહ્યા હતા, સેટ પરથી લીક થઈ ગયો આગામી ફિલ્મનો Video, જોઈ લો!

    અજય દેવગનની ફિલ્મ 'રનવે 34' વર્ષ 2015માં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે, જ્યારે જેટ એરવેઝના પાયલટે દોહા-કોચી ફ્લાઈટ અત્યંત ખરાબ હવામાન વચ્ચે ત્રિવેન્દ્રમમાં લેન્ડ કરી હતી. આ ફિલ્મ 29મી એપ્રિલે રિલીઝ થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajay Devgn, Bollywood Latest News, Bollywood News in Gujarati, The kashmir files, અમિતાભ બચ્ચન

    આગામી સમાચાર