Home /News /entertainment /

શું તમે સાઉથના ખેલાડી Ravi Teja નું સાચું નામ જાણો છો? જુઓ - રાતો-રાત કેવી રીતે નસીબ બદલાયું

શું તમે સાઉથના ખેલાડી Ravi Teja નું સાચું નામ જાણો છો? જુઓ - રાતો-રાત કેવી રીતે નસીબ બદલાયું

રવિ તેજા જન્મદિવસ

રવિ તેજાને (Ravi Teja) ઈન્ડસ્ટ્રીમાં 'માસ મહારાજા' (Mass Maharaja) અને ખિલાડી તરીકે પણ ઓળખાય છે. એટલું જ નહીં, તેની ફિલ્મોમાં વધુ એક્શન સિક્વન્સને કારણે તેને સાઉથનો અક્ષય કુમાર (South Akshay Kumar) પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો તેને ખેલાડી પણ કહે છે

વધુ જુઓ ...
  સાઉથ ફિલ્મો (South Movie) ના જાણીતા અભિનેતા (South Stars) રવિ તેજા (Ravi Teja) નો આજે જન્મદિવસ છે. તે ત્રણ દાયકાથી ટોલીવુડ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે. તે પોતાના એક્શન અને કોમેડી સીન્સથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. રવિ કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ સાથે સંબંધિત નથી. જેના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે એસોસિયેટ ડિરેક્ટરથી લઈને સપોર્ટિંગ આર્ટિસ્ટ સુધી કામ કર્યું છે. તે ભલે રવિના નામથી પ્રખ્યાત હોય, પરંતુ બહુ ઓછા લોકો તેનું અસલી નામ (Ravi Teja Real Name) જાણે છે. આવી સ્થિતિમાં રવિ તેજાના અંગત જીવન સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો (Ravi Teja interesting facts) જાણીએ…

  રવિ તેજાનું આખું નામ વિશંકર રાજુ ભૂપતિરાજુ (ravi shankar raju bhupatiraju) છે, તેનો જન્મ આંધ્ર પ્રદેશના જગ્ગમપેટામાં થયો હતો. તે ઈન્ડસ્ટ્રીમાં 'માસ મહારાજા' (Mass Maharaja) અને ખિલાડી તરીકે પણ ઓળખાય છે. એટલું જ નહીં, તેની ફિલ્મોમાં વધુ એક્શન સિક્વન્સને કારણે તેને સાઉથનો અક્ષય કુમાર (South Akshay Kumar) પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો તેને ખેલાડી પણ કહે છે. રવિએ તેની ફિલ્મી કરિયર (Ravi Teja Career) ની શરૂઆત સહાયક કલાકાર તરીકે કરી હતી. તેની પહેલી ફિલ્મ 1990માં આવી હતી. તેનું નામ કર્તવ્યમ હતું. આ ફિલ્મ પછી અભિનેતાને કામ મળતું બંધ થઈ ગયું. તેને નાના-નાના રોલ જ મળતા હતા. આ પછી તે 1996માં કૃષ્ણા વંશીને મળ્યો. અહીંથી તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટરની સફર શરૂ કરી. તેણે ફિલ્મ 'નેને પલ્લાદુથા'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આમાં તેણે નાની ભૂમિકા પણ ભજવી હતી.

  આ ફિલ્મમાં રવિ તેજાનું પાત્ર ભલે નાનું હતું, પરંતુ તે દિગ્દર્શક વંશી પર પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો. વંશીને તેનો અભિનય ખૂબ જ ગમ્યો. આ ફિલ્મને તેલુગુમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી રવિએ સહાયક નિર્દેશક તરીકે ઘણી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. આ પછી ફિલ્મ 'ની કોસમ'થી તેનું નસીબ બદલાઈ ગયું. આમાં તેને લીડ હીરો તરીકે કામ કરવાની તક મળી. આ માટે તેને નંદી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો'પુષ્પા.. ફલાવર નહીં ફાયર હૈ...', ડાયલોગ્સની પોપ્યુલરિટી કે માસ હિસ્ટીરિયા? જાણો શું કહી રહ્યા છે મનોચિકિત્સક

  આ ફિલ્મોથી રવિ તેજાએ પગ જમાવી દીધો

  લીડ એક્ટર તરીકે પ્રથમ ફિલ્મ માટે નંદી એવોર્ડ એનાયત થયા બાદ રવિ તેજાએ ઈન્ડસ્ટ્રીને એકથી વધુ હિટ ફિલ્મો આપી. 'સિન્દૂરમ', 'વેંકી', 'ડોન સીનુ', 'બેંગાલ ટાઈગર', 'રાજા ધ ગ્રેટ', 'બાલુપુ' જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેની એવી ઘણી ફિલ્મો છે, જેની રિમેક હિન્દીમાં બની છે. 'રાઉડી રાઠોડ' તેની હિન્દી રિમેક અક્ષય કુમાર સાથે બની હતી. આ સાથે સલમાન ખાનની 'કિક' તેની જ ફિલ્મની હિન્દી રિમેક છે. રવિ તેજાની ફેન ફોલોઈંગ માત્ર સાઉથમાં જ નહીં પરંતુ નોર્થમાં પણ છે. તેથી જ આજના દિવસોમાં તે ખુબ ચર્ચામાં છે, તેની ફિલ્મ 'ખિલાડી' વિવિધ ભાષાઓમાં રિલીઝ થશે. આ સાથે અભિનેતા હિન્દીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે (Ravi Teja hindi Debut). એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે 11 ફેબ્રુઆરી, 2022 ના રોજ સિનેમાઘરોમાં હિન્દીમાં રિલીઝ થશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Ravi Teja, South Cinema, South Cinema News

  આગામી સમાચાર