'જમાઇ રાજા' ફેઇમ રવિ દુબે થયો કોરોના સંક્રમિત, પતિની સ્વાસ્થ્ય અંગે સરગૂન મહેતા થઇ ભાવૂક

'જમાઇ રાજા' ફેઇમ રવિ દુબે થયો કોરોના સંક્રમિત, પતિની સ્વાસ્થ્ય અંગે સરગૂન મહેતા થઇ ભાવૂક
(photo credit: instagram/@ravidubey2312)

રવિ દુબેએ ઇન્સ્ટાગ્રામ પર (Ravi Dubey Covid Positive) પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે માહિતી આપી છે કે તે, કોરોના સંક્રમિત છે. રવિ દુબેની પોસ્ટ પર તેની પત્ની અને પંજાબી સિનેમાની જાણીતી એક્ટ્રેસ સરગુન મેહતા (Sargun Mehta)એ પ્રતિક્રિયા આપી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) મહામારીની બીજી લહેર ખુબજ ખતરનાક રૂપે ચાલી રહી છે. અત્યાર સુદીમાં ઘણાં સેલિબ્રિટીઝ આ મહામારીથી સંક્રમિત થઇ ચુક્યાં છે. આ લિસ્ટમાં 'જમાઇ રાજા' (Jamai Raja) ફેઇમ એક્ટર રવિ દુબે (Ravi Dubey)નું નામ પણ શામેલ છે. હાલમાં જ ટીવી ઇન્ડસ્ટ્રીનાં જાણીતા એક્ટર રવિ દુબેએ એક પોસ્ટ શેર કરી છે. અને ફેન્સને જણાવ્યું છે કે તે કોરોના પોઝિટિવ છે. રવિ દુબેએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર (Ravi Dubey Covid Positive) એક પોસ્ટ શેર કરી છે. જેની સાથે તેને પોતાને કોરોના વાયરસથી સંક્રમિત હોવાની માહિતી આપી છે.

  રવિ દુબેની પોસ્ટ પર તેની પત્ની અને પંજાબી સિનેમાની જાણીતી એક્ટ્રેસ સરગૂન મેહતા (Sargun Mehta)એ પણ પ્રતિક્રિયા આપી છે. જેનાંથી માલૂમ થાય છે કે, પતિનાં સ્વાસ્થ્ય અંગે એક્ટ્રેસને ઘણી ચિંતા છે. રવિ દુબેએ તેની પોસ્ટમાં જણાવ્યું છે કે, તેનો ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેણે પોતાને આઇસોલેટ કરી દીધો છે. જે સાથે જ તેણે પોતાનાં સંપર્કમાં આવેલાં લોકોને પણ પોતાનો ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી છે.  (photo credit: instagram/@ravidubey2312)


  રવિ દુબેએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, 'મને હાલમાં જ મારો રિપોર્ટ મળ્યો છે જે પોઝિટિવ છએ. હું તમામને સજેસ્ટ કરવાં ઇચ્છીશ કે, ગત કેટલાંક દિવોસમાં જે કોઇ મારા સંપર્કમાં આવ્યાં છે તેઓ તેમનો ટેસ્ટ જરૂર કરાવી લે અને પોતાનુ ધ્યાન રાખે. આપનાં સ્વાસ્થ્ય પર નજર બનાવી રાખો. જો કોરોનાનાં લક્ષણ જણાય તો આપનો ટેસ્ટ કરાવજો.'

  મે મારી જાતને આઇસોલેટ કરી દીધી છે. અને હું મારા પરિજનોની દેખરેખ હેઠળ છું. સુરક્ષિત રહો, સકારાત્મક રહો.. ભઘવાન આપ સૌનું ભલુ કરે. રવિ દુબેની પોસ્ટ પર તેનાં ફેન્સ અને મિત્રો કમેન્ટ કરતાં નજર આવી રહ્યાં છે. સરગુન મહેતાની સાતે જ રવિ દુબેની પોસ્ટ પર બિગ બોસ ફેઇમ શહજાદ દેઓલ, પંજાબી એક્ટર અને સિંગર એમી વિર્ક, આહાના કુમરા અને બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટે પણ કમેન્ટ કરતાં રવિને જલ્દી ઠીક થવાની કામના કરી છે.
  Published by:Margi Pandya
  First published:May 11, 2021, 10:11 am

  ટૉપ ન્યૂઝ