જ્યારે પોતાના પતિની પહેલી પત્નીને જોઈને રવીના ટંડન થઈ ગઈ ધુંઆપુંઆ, આવું વર્તન કર્યું!

રવીના ટંડને 90ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. (ફોટો: Instagram/officialraveenatandon)

એક વાર ફિલ્મ પ્રોડ્યુસર રિતેશ સિધવાની (Ritesh Sidhvani)એ ન્યુ યરની પાર્ટીમાં રવીના ટંડન (Raveena Tandon)ને બોલાવી હતી. આ પાર્ટીમાં અનિલ થડાનીની પહેલી પત્ની નતાશાને પણ આમંત્રણ મળ્યું હતું.

 • Share this:
  બોલિવુડમાં ‘મસ્ત-મસ્ત ગર્લ’ નામથી જાણીતી અભિનેત્રી રવીના ટંડને (Raveena Tandon) પોતાની અદાઓથી 90ના દાયકામાં ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મ ‘પત્થર કે ફૂલ’ (Patthar Ke Phool)થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી રવીના આજે મહિલા પ્રધાન ફિલ્મો બની રહી છે તે જોઈને બહુ ખુશ પણ છે અને અફસોસ પણ વ્યક્ત કરે છે. તેને લાગે છે કે નવા ડિરેક્ટર્સ નવી વિચારધારા સાથે ફિલ્મો બનાવી રહ્યા છે. જો તે આજના સમયે ડેબ્યુ કરત તો તેને શ્રેષ્ઠ કામ કરવાનો મોકો મળત. રવીના ટંડન કેટલાંય રિયલિટી શોમાં પણ જોવા મળી છે. રવીનાની સુંદરતામાં કોઈ ખાસ પરિવર્તન નથી થયું. ‘મોહરા’ ફિલ્મમાં ‘ટિપ-ટિપ બરસા પાની’ જેવા હિટ ગીત પર મદમસ્ત ડાન્સ કરીને દર્શકોના દિલ પર રાજ કરનારી રવીનાની પર્સનલ લાઈફ અંગેનો એક કિસ્સો બહુ જાણીતો છે.

  આ પણ વાંચો: જ્યારે સની દેઓલને પત્ની પૂજા સામે પૂનમ ઢિલ્લોન સાથે કરવો પડ્યો Bold સીન

  રવીના ટંડન જ્યારે ફિલ્મી કરિયરમાં ટોચ પર હતી ત્યારે તેની મુલાકાત બિઝનેસમેન અનિલ થડાની સાથે થઈ. રવીના અને અનિલને એકબીજાનો સાથ પસંદ આવવા લાગ્યો અને એક્ટ્રેસના બર્થડે પર અનિલે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રવીનાએ અનિલનું પ્રપોઝલ માનીને તેની સાથે જિંદગીના સફર પર નીકળી પડી.

  raveena tandon image
  બિઝનેસમેન અનિલ થડાનીએ રવીના ટંડનના બર્થડે પર લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. (ફોટો: Instagram/officialraveenatandon)


  અનિલ થડાનીના જીવનમાં રવીના બીજી પત્ની બનીને આવી હતી. અનિલના પહેલા લગ્ન નતાશા સાથે થયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક વખત ફિલ્મ પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ ન્યુ યર પાર્ટીમાં રવીનાને બોલાવી હતી. આ પાર્ટીમાં અનિલ થડાનીની પહેલી પત્ની નતાશા પણ ઇન્વાઈટેડ હતી. પાર્ટી દરમ્યાન નતાશાએ અનિલની નજીક જવાનો પ્રયત્ન કર્યો તો રવીના આ જોઈને ધુંઆપુંઆ થઈ ગઈ અને હાથમાં પકડેલો જ્યુસનો ગ્લાસ નતાશા પર ફેંકી દીધો હતો. નતાશાએ આ અંગે સફાઈ આપતા કહ્યું કે, ‘હું તો પાર્ટી એન્જોય કરી રહી હતી. મને અનિલ અને રવીનાની ચિંતા ન હતી, પણ તેને મારાથી જલન થાય છે. હું સોફા પર અનિલની બાજુમાં બેઠી હતી તો એ અસુરક્ષા અનુભવવા લાગી તો હું શું કરું.’

  raveena tandon
  રવીના ટંડને 16 વર્ષની ઉંમરે શેમ્પૂની જાહેરાતમાં કામ કર્યું હતું. (ફોટો: Instagram/officialraveenatandon)


  રવીના ટંડને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો એ પહેલાં એક એડ ફિલ્મમાં કામ કર્યું હતું. રવીનાએ ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘શેમ્પૂની એક જાહેરાતમાં મેં કામ કર્યું હતું, ત્યારે મારી ઉંમર 16 વર્ષની હતી.’ ઇન્ડસ્ટ્રીમાં આવેલા બદલાવ અંગે રવીનાએ જણાવ્યું હતું કે, ‘જો આજના સમયે મારું ડેબ્યુ થાત તો હું સંજય લીલા ભણસાલીની ફિલ્મનો હિસ્સો હોત. આજે નવા ડિરેક્ટર્સ નવી નવી થીમ પર ફીમેલ કેરેક્ટરને ધ્યાનમાં રાખીને સુંદર ફિલ્મો બનાવી રહ્યા છે.’

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Nirali Dave
  First published: