Home /News /entertainment /રવિના ટંડને ગણિતનું 'જ્ઞાન' આપ્યું, લોકોએ માથું પકડી લીધું; કહ્યું, 'આ એવો જાદુ છે જે 5 ટ્રિલિયન વર્ષમાં એકવાર આવે છે'

રવિના ટંડને ગણિતનું 'જ્ઞાન' આપ્યું, લોકોએ માથું પકડી લીધું; કહ્યું, 'આ એવો જાદુ છે જે 5 ટ્રિલિયન વર્ષમાં એકવાર આવે છે'

રવિના ટંડનને લોકો ટ્વિટર પર ટ્રોલ કરી રહ્યા છે. (તસવીર: Instagram@officialraveenatandon)

Raveena Tandon: નવા વર્ષની શરૂઆત પહેલા જ્યારે રવિના ટંડને તેનું WhatsApp 'નોલેજ' લોકો સાથે શેર કર્યું ત્યારે લોકો આશ્ચર્યમાં માથું ખંજવાળતા રહી ગયા હતા. અભિનેત્રીએ ગણિતનું એવું જ્ઞાન આપ્યું કે, લોકો મજાકમાં તેમની આંખોમાં ગોળી મારવાની વાત કરવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે, રવિના ટંડન તેના લેટેસ્ટ ટ્વીટને કારણે ઘણી ટ્રોલ થઈ રહી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ રવિના ટંડને એક દિવસ પહેલા ટ્વિટર પર એવી ટ્વિટ કરી હતી કે, જેને જોઈને ઘણા લોકોએ માથું પકડી લીધું હતું. તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. વાસ્તવમાં, કોઈએ તેને વોટ્સએપ દ્વારા એક સંદેશ મોકલ્યો હતો, જે તેણે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. દરેક વ્યક્તિ તેના ગાણિતિક જ્ઞાન વિશે જાણીને લોટપોટ થઈ રહ્યા છે.

    રવિના ટંડન એક ટ્વિટને લઈને થઈ ટ્રોલ


    અભિનેત્રીએ જે પોસ્ટ શેર કરી છે તેમાં લખ્યું છે કે, ‘આજે દરેકની ઉંમર 2022 છે. શું તમે જાણો છો કે આજે દુનિયાના તમામ લોકોની ઉંમર સમાન છે. આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને આ 1000 વર્ષમાં માત્ર એક જ વાર થાય છે. તમારી ઉંમર + તમારી જન્મનું વર્ષ = 2022. તે ખૂબ જ વિચિત્ર છે કે નિષ્ણાતો પણ તેને સમજાવી શકતા નથી. તમે તમારી જાતે જ તપાસી લો.’



    વોટ્સએપ જ્ઞાનનો શિકાર બની રંવિના ટંડન


    લોકો રોજ આ પ્રકારના વોટ્સએપ જ્ઞાનનો શિકાર બનતા હોય છે. રવિના ટંડન પણ તેનાથી અલગ નથી. તેની ભૂલ માત્ર એ છે કે તેણે વિચાર્યા વગર જ આ પોસ્ટ તેને ટ્વિટર પર શેર કરી દીધી. જો કે રવીનાની આ પોસ્ટ બાદ લોકો ફની કોમેન્ટ્સ કરવા લાગ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મેમ, તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ ફેસબુક પોસ્ટ પર 1 લખીને જાદુ જોતા હતા.’ અન્ય એક યુઝરે રવિનાના આશ્ચર્યને તોડતા દાવો કર્યો કે, ‘આવુ 2017, 2018 અને 2020માં પણ થયું હતું.’ અન્ય યુઝરને શરૂઆતમાં લાગ્યું કે રવિનાએ કટાક્ષમાં આવી પોસ્ટ શેર કરી છે.


    રવિન ટંડનના ટ્ટિટને લઈને યુઝરે કરી મજાક


    રવીનાની પોસ્ટ વાંચ્યા બાદ એક યુઝર તેને ફિલ્મી સ્ટાઈલમાં આંખોમાં ગોળી મારવાનું કહી રહ્યો છે. કોઈને લાગ્યું કે રવિના તેની ફિલ્મ ‘અંદાઝ અપના અપના’નું પાત્ર ભજવી રહી છે. લોકો તેની પોસ્ટ પર ફની મીમ્સ પણ બનાવી રહ્યા છે. અન્ય એક યુઝરે મજાક કરતા લખ્યું કે, ‘આ એવો જાદુ છે જે 5 ટ્રિલિયન વર્ષમાં એકવાર આવે છે.’
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Raveena Tandon, Troll, Tweets, Viral Post

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन