Home /News /entertainment /Raveena Tandonએ ધગધગતા તાવ વચ્ચે અક્ષય સાથે 'ટિપ ટિપ બરસા પાની..' પર કર્યુ હતું શૂટિંગ

Raveena Tandonએ ધગધગતા તાવ વચ્ચે અક્ષય સાથે 'ટિપ ટિપ બરસા પાની..' પર કર્યુ હતું શૂટિંગ

Photo- Youtube

રવીના ટંડન (Raveena Tandon)એ ઘણી ફિલ્મોમાં ઉત્તમ પરફોર્મન્સ આપ્યું છે, પણ તેમની યાદગાર ફિલ્મ છે 'મોહરા' (Mohra) આ ફિલ્મને સફળ બનાવવામાં ઘણી હદ સુધી આ ગીતનું પણ યોગદાન છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાજીવ રાય (Rajiv Rai)નાં નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'મોહરા' (Mohra)માં રવીના ટંડન (Raveena Tandon) અને અક્ષય કુમાર (Akshay Kumar)ની જોડી સિલ્વર સ્ક્રીન પર આગ લગાવી દીધી હતી. આ ફિલ્મમાં તે બંને ઉપરાંત સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, નસીરુદ્દીન શાહ જેવાં દિગ્ગજ કલાકાર પણ હતાં. આ ફિલ્મ 1994માં બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરનારી બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઇ છે. પહેલાં નંબર પર 'હમ આપકે હૈ કોન' આ ફિલ્મનાં બધા જ ગીતો સુંદર હતાં. ખબર છે કે, અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ 'સૂર્યવંશી'માં ટિપ ટિપ બરસા પાની... ફરી જોવા મળશે.

'મોહરા' ફિલ્મનાં સોન્ગ 'ન કજરે કી ધાર..', 'તૂ ચીજ બડી હૈ મસ્ત મસ્ત', અને 'ટિપ ટિપ બરસા પાની' સુપર હિટ રહ્યાં હતાં. આ ગીતમાં લોકો આજે પણ ડાન્સ કરતાં હોય છે. ટીપ ટીપ બરસા પાની.. માં રવીનાએ પીળા રંગની સાડી પહેરીને વરસાદમાં ડાન્સ કર્યો હતો જે તે સમયે ખુબજ ચર્ચાયો હતો. અક્ષય કુમારની સાથે તેની રોમેન્ટિક જોડી સુપર ડુપર હિટ રહી હતી. રવીના ટંડનનાં આ ગીતને જોઇ આજે પણ અંદાજો ન લગાવી શકાય કે, આ સોન્ગનાં શૂટિંગ સમયે રવીનાને ધગધગતો તાવ હશે.

" isDesktop="true" id="1113129" >

મીડિયાને આપેલાં ઇન્ટરવ્યૂંમાં રવીના ટંડને પોતે આ વાત કહી હતી કે, ફિલ્મની શૂટિંગ ઘણી જ મુશ્કેલ પરિસ્થિતિમાં થઇ હતી. આ ગીતને એક અંડર કંસ્ટ્રક્શન બિલ્ડિંગમાં ફિલ્માવવામાં આવ્યું હતું. તે સમયે રવીનાનાં પગમાં કાંકરા પત્થર ચુભતા રહા અને વારંવાર પાણીમાં પલળવું પડતું હતું. જેને કારણે તેને તાવ આવ્યો હતો. કારણ કે શૂટિંગ દરમિયાન ટાંકીનાં પાણીથી વરસાદ કરવામાં આવતો હતો જે ઘણું જ ઠંડુ હતું. ઘુંટણીયે પડી પડીને ડાન્સ કરવાનો હતો જેને કારણે પગમાં છાલાએ પડી ગયા હતાં. પણ જ્યારે ગીત સ્ક્રિન પર આવ્યું તો રવીનાને જોઇ દર્શકોએ આહ ભારવા લાગ્યાં હતાં. આ ગીતમાં અક્ષય અને રવીનાએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

હાલમાં ડાન્સ દિવાને શો પર પહોંચેલી રવીના ટંડને આ ગીત પર ડાન્સ કરવાં અને પોતાને અને શોની જજ માધુરી દીક્ષિત રોકી નહોતી શકી. બંને એક્ટ્રેસે એક સાથે સ્ટેજ શેર કર્યો અને પહેલાં માધુરી દીક્ષિતે રવિના ટંડનનાં પ્રખ્યાત ગીત 'ટિપ ટિપ બરસા પાની' પર ડાન્સ કર્યો હતો. જે બાદ રવીનાએ માધુરીનાં હિટ સોન્ગ 'ધક ધક કરને લગા' સોન્ગ પર ડાન્સ કર્યો હતો.
First published:

Tags: Entertainment news, Gujarati news, Mohra, News in Gujarati, Raveena Tandon, Tip Tip Barsa Pani, અક્ષય કુમાર