Home /News /entertainment /

Exclusive: KGF ચેપ્ટર 2માં હું ઇન્દિરા ગાંધીની ભૂમિકા નથી ભજવી રહી: રવીના ટંડન

Exclusive: KGF ચેપ્ટર 2માં હું ઇન્દિરા ગાંધીની ભૂમિકા નથી ભજવી રહી: રવીના ટંડન

રવિના ટંડન કેજીએફ ચેપ્ટર 2માં જોવા મળશે

રવીના ટંડન (Raveena Tandon) અત્યારે નેટફ્લિક્સ સિરીઝ (Netflix series) અરાન્યાક (Aranyak) ની સફળતાનો આનંદ માણી રહી છે. આ થ્રિલર સિરીઝમાં તેણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે અને હવે તે ટૂંક સમયમાં KGF-2 સાથે મોટા પડદા પર જોવા મળશે

  રવીના ટંડન (Raveena Tandon) અત્યારે નેટફ્લિક્સ સિરીઝ (Netflix series) અરાન્યાક (Aranyak) ની સફળતાનો આનંદ માણી રહી છે. આ થ્રિલર સિરીઝમાં તેણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે અને હવે તે ટૂંક સમયમાં KGF-2 સાથે મોટા પડદા પર જોવા મળશે. જે તેની કન્નડ ડેબ્યૂ (Kannada debut) પણ છે. રવિના ટંડન આ ફિલ્મમાં વડા પ્રધાનની ભૂમિકા ભજવે છે.

  અગાઉ અહેવાલ આવ્યા હતા કે, તેનું પાત્ર વડાપ્રધાનનું દિવંગત વડા પ્રધાન ઇન્દિરા ગાંધી પરથી બનાવાયું છે. જોકે, રવીના ટંડને આ વાતને ફગાવી છે. તેણે News18ને કહ્યું હતું કે, આ મૂવીમાં ઇન્દિરા ગાંધીજી વિશે કશું જ નથી. ન તો મારો દેખાવ તેમના જેવો છે કે ન તો મારું પાત્ર તેમનાથી પ્રેરિત છે. અમે આવા કોઈ સંદર્ભો લીધા નથી. આ ફિલ્મ 80ના દાયકામાં આધારિત છે અને હું આ ફિલ્મમાં વડા પ્રધાનની ભૂમિકા ભજવું છું, તેથી ઘણી અટકળો ચાલી હતી કે હું ફિલ્મમાં ઇન્દિરા ગાંધીજીની ભૂમિકા ભજવી શકુ છું.

  KGF પહેલા ભાગની સફળતા બાદ ફિલ્મના ચાહકોની જેમ જ રવિના પણ KGF ચેપ્ટર 2ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ બાબતે તે કહે છે કે, આપણે હાલમાં અણધારી પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. થિયેટરો ફરી શરૂ થઈ ગયા હતા અને પ્રેક્ષકો પણ સિનેમામાં ફિલ્મો જોવા જઈ રહ્યા હતા, પરંતુ નવી લહેરે ફરી બધું ધીમું કરી નાખ્યું છે. હું KGF 2 માટે ઉત્સાહિત છું.

  મેં અગાઉ એક તેલુગુ ફિલ્મ પાંડાવુલુ પાંડાવુલુ તુમ્મેડામાં કામ કર્યું છે. જેમાં વિષ્ણુ અને મોહનજી હતા. આ વખતે પણ ખૂબ મજા આવી. પ્રશાંત (દિગ્દર્શક) સાથે કામ કરવાનો આનંદ છે. યશ ખૂબ નમ્ર અને સજ્જન હતો.

  આ ફિલ્મમાં ટંડનનો એક સમયનો કો-સ્ટાર સંજય દત્ત પણ છે. જે તેના વિરોધી તરીકે જોવા મળશે. જોકે, બંને એક સાથે હોય તેવું કોઈ દ્રશ્ય નથી. આ બાબતે રવીનાએ કહ્યું કે, સંજય અને મેં વિચાર્યું કે જૂના સમયની જેમ જ અમે સેટ પર ધમાલ કરીશું પરંતુ દુ:ખની વાત એ છે કે અમે ફિલ્મમાં સ્ક્રીન સ્પેસ શેર કરતા નથી. અમારા શૂટિંગ શેડ્યૂલ પણ ક્યારેય ઓવરલેપ થયા નથી. જેથી અમે પ્રશાંતને કંઈક ઉકેલ લાવવા વિનંતી કરી હતી. પરંતુ સ્ક્રિપ્ટમાં તેના માટે જગ્યા નહોતી.

  આ પણ વાંચોVideo: 'ચુરા કે દિલ મેરા' પર જબરદસ્ત ડાન્સ, શિલ્પા શેટ્ટી પણ આશ્ચર્ય, બાદશાહે તો હાથ જોડી દીધા

  અરાન્યાકની સફળતા વિશે વાત કરતાં રવીનાએ કહ્યું હતું કે, "મને આનંદ છે કે લોકોને મારો અભિનય અને શો ગમ્યો છે. ભૂતકાળમાં મને ઘણી ઓફર મળી છે પરંતુ મેં અરાન્યાક કરવાનું નક્કી કર્યું હતું. તે જુગાર સમાન હતું અને મને લાગે છે કે તે મને ફળ્યું છે. તે શો હજી પણ પ્રેક્ષકો જુએ છે અને પસંદ કરે છે.
  First published:

  Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Raveena Tandon, રવીના ટંડન

  આગામી સમાચાર