નાની બનવાની છે રવીના ટંડન, દીકરી માટે રાખી શાનદાર પાર્ટી

રવીના ટંડન (Raveena Tandon)ની દીકરી છાયા મા બનવાની છે. તેનાં બેબી શાવર (Baby Shower)ની પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં રવીનાનાં મિત્રો અને નજીકનાં લોકો હાજર રહ્યાં હતાં.

News18 Gujarati
Updated: September 8, 2019, 4:06 PM IST
નાની બનવાની છે રવીના ટંડન, દીકરી માટે રાખી શાનદાર પાર્ટી
રવીના ટંડન (Raveena Tandon)ની દીકરી છાયા મા બનવાની છે. તેનાં બેબી શાવર (Baby Shower)ની પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં રવીનાનાં મિત્રો અને નજીકનાં લોકો હાજર રહ્યાં હતાં.
News18 Gujarati
Updated: September 8, 2019, 4:06 PM IST
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tandon) નાની બનવાની છે. આ ખુશીનાં સમયે તેણે તેની દીકરી છાયા માટે એક બેબી શાવર (Baby Shower) પાર્ટી રાખી હતી. આપને જણાવી દઇએ કે છાયા એક્ટ્રેસ રવીનાની દત્તક લીધેલી દીકરી છે. રવીનાએ વર્ષ 1995માં છાયાને દત્તક લીધી હતી. તે સમયે રવીનાએ પૂજા અને છાયા બે દીકરીઓને દત્તક લીધી હતી. પૂજાની ઉંમર 11 વર્ષ હતી અને છાયાની ઉંમર તે સમયે 8 વર્ષ હતી. રવીનાએ હમેશા જમા તરીકેની તેની તમામ જવાબદારીઓ અદા કરી છે. દીકરીને ભણાવી ગણાવી અને તેમનાં લગ્ન કરાવ્યાં.

હવે જ્યારે છાયા મા બનવાની છે તો આ ખુશીનાં સમયને પણ તે ખુબજ દિલથી ઉજવી રહી છે. આ માટે રવીનાએ એક શાનદાર પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં રવીનાનાં મિત્રો અને નજીકનાં હાજર હતાં. પાર્ટીમાં રવીનાની દીકરી રાશા ઠડાની પણ હાજર હતી. તસવીરમાં આપ જોઇ શકો છો કે, તમામ કેટલાં ખુશ નજર આવી રહ્યાં છે.


'નચ બલિયે'ની જજ છે રવીના ટંડન
પાર્ટીથી અલગ રવીનાનાં પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો રવીના છેલ્લે વર્ષ 2017માં 'શબ' ફિલ્મમાં નજર આવી હતી. જે બાદ રવીનાએ વર્ષ 2019માં આવેલી 'ખાનદાની શફાખાના' ફિલ્મમાં કેમિયો કર્યો હતો. વાતો છે કે તે, 'KGF ચેપ્ટર-2'માં નજર આવી શકે છે. મોટા પડદાં ઉપરાંત નાના પડદાંની વાત કરીએ તો તે હાલમાં સ્ટાર પ્લસનાં ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે'માં જજ છે.
First published: September 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...