રવીના ટંડનનાં નામે બન્યું નકલી ટ્વિટર અકાઉન્ટ, એક્ટ્રેસે મુંબઇ પોલીસમાં દાખલ કરાવી FIR

રવીના ટંડનનાં નામે બન્યું નકલી ટ્વિટર અકાઉન્ટ, એક્ટ્રેસે મુંબઇ પોલીસમાં દાખલ કરાવી FIR
રવિના ટંડનનાં નામે બન્યું નકલી અકાઉન્ટ

રવીના ટંડન (Raveena Tandon)નો આરોપ છે કે, તેનાં નામથી નકલી ટ્વિટર અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેને મુંબઇ પોલીસ અને મુંબઇ પોલીસ આયુક્ત પરમબીર સિંહને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને (Raveena Tandon)ટ્વિટર પર તેનાં નામનું નકલી અકાઉન્ટ જોયું જે અંગે તેણે અજ્ઞાત લોકો વિરુદ્ધ મુંબઇ પોલીસનાં સાઇબર સેલમાં FIR દાખલ કરાવી છે. (Raveena Tandon Fake Twitter Account) આ ફેક ટ્વિટર હેન્ડલથી મુંબઇ પોલીસ અને મુંબઇ પોલીસનાં વડા પરમબીર સિંહને બદનામ કરતી પોસ્ટ શેર કરવામાં આવી છે. સાથે જ પરમબીર સિંહની એવી તસવીર આ અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે. જે મોર્ફ્ડ ફોટો છે.

  મુંબઇ પોલીસનાં સાઇબર સેલમાં એક્ટ્રેસે અજ્ઞાત લોકો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવી છે. રવીના ટંડનનો આરોપ છે કે, તેમનાં નામથી નકલી ટ્વિટર અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં મુંબઇ પોલીસ વિરુદ્ધ આપત્તી જનક પોસ્ટ શેર કરવામાં આવી છે.  આરોપીએ મરાઠી ભાષા અને મરાઠીમાં બોલનારા વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ લખી છે. એક્ટ્રેસે ફરીયાદ પર અજ્ઞાત વિરુદ્ધ IPCની વિભિન્ન કલમ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. જોકે, આ ટ્વિટર અકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. ટ્વિટર દ્વારા ટ્વિટર હેન્ડલ બ્લોક કરી દેવામાં આવ્યું છે.
  Published by:Margi Pandya
  First published:November 01, 2020, 11:23 am

  ટૉપ ન્યૂઝ