Home /News /entertainment /

Raveena Tandon father died: રવીના ટંડનના પિતા Ravi Tandon નું નિધન, એક્ટ્રેસે શેર કરી ઈમોર્શનલ પોસ્ટ

Raveena Tandon father died: રવીના ટંડનના પિતા Ravi Tandon નું નિધન, એક્ટ્રેસે શેર કરી ઈમોર્શનલ પોસ્ટ

રવીના ટંડનના પિતા રવિ ટંડનનું નિધન

Raveena Tandon father died : રવીના ટંડને પિતા રવિ (Raveena Tandon father Ravi Tandon) સાથે ચાર ફોટા શેર કર્યા છે. તેમાં તેમના બાળપણની તસવીર પણ છે.

    Raveena Tandon father died : બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tandon) ના પિતા રવિ ટંડન (Ravi Tandon passed away) નું આજે શુક્રવાર મુંબઈમાં નિધન થયું છે. રવીના ટંડને પિતાને યાદ કરી તેમની જુની તસવીરો શેર કરી છે. આગરામાં જન્મેલા અને અમિતાભ બચ્ચનને લઈ મજબુર, અને ખુદ્દાર જેવી હિટ ફિલ્મો બનાવનાર નિર્દેશક રવિ ટંડન (Ravi Tandon) ના નિધનના સમાચારથી બોલિવુડ જગતમાં શોકનો માહોલ સર્જાયો છે.

    રવિના ટંડને પિતા રવિ (Raveena Tandon father Ravi Tandon) સાથે ચાર ફોટા શેર કર્યા છે. તેમાં તેમના બાળપણની તસવીર પણ છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, 'તમે હંમેશા મારી સાથે ચાલશો. હું હંમેશા તમારા જેવો રહીશ. હું તને ક્યારેય જવા દઈશ નહીં લવ યુ પપ્પા. તમને જણાવી દઈએ કે, તેઓ સંજીવ કુમારના નજીકના મિત્રોમાં એક હતા, રવી ટંડને ફિલ્મ નિર્દેશક આર કે નય્યરના સહાયક તરીકે કામ શરૂ કર્યું હતું

    રવિ ટંડન નો જન્મ 17 ફેબ્રુઆરી 1935ના રોજ આગ્રા, યુપીમાં પંજાબી પરિવારમાં થયો હતો. તેઓ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા હતા. તેણે હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં 'ખેલ ખેલ મેં', 'અનહોને', 'નજરાના', 'મજબૂર', 'ખુદ્દર' અને 'ઝિંદગી'નો સમાવેશ થાય છે.

    'લવ ઇન શિમલા' અને 'યે રાસ્તે હૈં પ્યાર કે' ફિલ્મોમાં ફિલ્મ નિર્દેશનની ઝીણવટભરી બાબતો શીખ્યા પછી, રવિ ટંડને નિર્દેશક તરીકે તેની પ્રથમ ફિલ્મ 'અનહોની' બનાવી. આ ફિલ્મમાં સંજીવ કુમારના અભિનયની આજે પણ પ્રશંસા થાય છે. આ પછી તેણે ઋષિ કપૂર સાથે ફિલ્મ 'ખેલ ખેલ મેં' બનાવી, જેની રિમેક તરીકે અક્ષય કુમારની ફિલ્મ 'ખિલાડી' બની.

    રવિ ટંડનનું શુક્રવારે સવારે લગભગ 4.45 વાગ્યે તેમના ઘરે નિધન થયું હતું. રવિના ટંડને તેના પિતાની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે. ફિલ્મ જગતના તમામ લોકો તેમની પોસ્ટને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

    આ પણ વાંચોસારા અલી ખાને અમૃતાના જન્મદિવસ પર શેર કરી તસવીરો, આ Photos જોઈ તમે પણ થઈ જશો કન્ફ્યૂઝ

    રવિ ટંડન (Ravi Tandon) અને તેની પત્ની વીણાને બે બાળકો છે. એક પુત્ર રાજીવ જે નિર્માતા અને દિગ્દર્શક છે અને તેણે 'હિના' ટીવી સિરિયલ બનાવી છે. એક પુત્રી રવિના ટંડન છે, જેણે બોલિવૂડમાં ખ્યાતિ મેળવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Raveena Tandon, રવીના ટંડન

    આગામી સમાચાર