Home /News /entertainment /રવીના ટંડને વર્ષો પછી અક્ષય કુમાર સાથે સગાઈ તૂટવા પર તોડ્યું મૌન, આજે પણ એ...

રવીના ટંડને વર્ષો પછી અક્ષય કુમાર સાથે સગાઈ તૂટવા પર તોડ્યું મૌન, આજે પણ એ...

અક્ષય સાથે સગાઇ તૂટવા પર ખુલીને બોલી રવિના

રવીના ટંડન અક્ષય કુમાર સાથેના પોતાના ભૂતકાળના સંબંધો અને બ્રેક-અપ અંગે સમયાંતરે કોમેન્ટ્સ કરતી હોય છે. ત્યારે હવે અક્ષય સાથે તેની સગાઈ તૂટવા બાબતે પણ પોતાનું મૌન તોડ્યું છે.

રવીના ટંડન (Raveena Tandon) અને અક્ષય કુમાર (Akshay Kumar) એક સમયે લગ્ન કરવાના હતા. બંનેની સગાઇ પણ થઇ હતી. જો કે કંઈક એવું થયું કે બંને અલગ થઈ ગયા. તેમના રોમાન્સની શરૂઆત ફિલ્મ મોહરા (Mohra)થી થઈ હતી. લગભગ 4 વર્ષ બાદ બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. મોહરાના ગીત 'ટીપ ટીપ બરસા પાની'માં રવીના અને અક્ષયની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી આજે પણ તેમના ફેન્સના મનમાં ખૂબ જ તાજી છે.

રવીના ટંડન અક્ષય કુમાર સાથેના પોતાના ભૂતકાળના સંબંધો અને બ્રેક-અપ અંગે સમયાંતરે કોમેન્ટ્સ કરતી હોય છે. ત્યારે હવે અક્ષય સાથે તેની સગાઈ તૂટવા બાબતે પણ પોતાનું મૌન તોડ્યું છે.

આ પણ વાંચો :  Sidharth-Kiara Wedding : સિદ્ધાર્થ-કિયારાએ લગ્નમાં પાણીની જેમ વાપર્યા રૂપિયા, 3 જ દિવસમાં ઉડાવ્યા આટલા કરોડ

અક્ષય કુમાર સાથે સગાઈ તૂટવા અંગે રવીનાએ શું કહ્યું?


તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં રવીનાએ પોતાના એક્સ બોયફ્રેન્ડ અક્ષય કુમાર સાથેના સંબંધો અને સગાઈ તૂટવા વિશે ખુલીને વાત કરી હતી. રવીનાએ શેર કર્યું હતું કે, સગાઈ તૂટવાની બાબત હજી પણ તેને ખટકી રહી છે.

રવિનાએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું હતું કે, તે બાબત સામે આવી જાય છે અને તે આવી જ રીતે સામે આવે છે. તે જેની સાથે સંકળાયેલ છે તે દરેકની સાથે જંગ ચાલુ છે. હેલો, એકવાર હું તેના જીવનમાંથી બહાર નીકળી ગઈ, હું કોઈ બીજાને ડેટ કરી કરવા લાગી અને તે પણ કોઈ બીજાને ડેટ કરી રહ્યો હતો, તેથી ઇર્ષ્યા ક્યાંથી આવશે.

આ પણ વાંચો :  ડીપનેક ટૉપમાં ટીવીની આ 'નાગિને' બતાવી કાતિલ અદાઓ, એક એક ફોટો ઝૂમ કરીને જોઇ રહ્યાં છે લોકો

રવીનાએ એમ પણ કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષોના કામ પછી તેણે અક્ષય સાથે ખરેખર ક્યારે સગાઈ કરી હતી તે પણ ભૂલી ચૂકી છે. રવિનાએ તેના વિશે કંઈપણ વાંચવાનું ટાળ્યું હતું.

રવિનાએ ઉમેર્યું કે, મોહરા દરમિયાન અમારી જોડી હિટ હતી અને હજી પણ જ્યારે અમે સામાજિક રીતે એકબીજા સામે આવીએ ત્યારે અમે બધા મળીએ છીએ, અમે બધા ચેટ કરીએ છીએ. દરેક જણ આગળ વધે છે. છોકરીઓ કોલેજોમાં દર અઠવાડિયે તેમના બોયફ્રેન્ડને બદલી રહી છે, પરંતુ એક સગાઈ જે તૂટી ગઈ છે તે હજી પણ મારા મગજમાં અટવાઈ રહ્યું છે. મને ખબર નથી કે શા માટે. દરેક જણ આગળ વધે છે, લોકોના છૂટાછેડા થાય છે, તેઓ આગળ વધે છે, તેમાં શું મોટી વાત છે?



જણાવી દઈએ કે રવિના સાથે બ્રેકઅપ બાદ અક્ષયે ટ્વિંકલ ખન્નાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં બંનેએ 2001માં લગ્ન કરી લીધા હતા. જ્યારે રવિનાએ બિઝનેસમેન અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રવિનાની દીકરી રાશાને ફેન્સે ઘણી વાર જોઈ છે, પરંતુ રવિનાનો દીકરો રણબીર લાઈમલાઈટથી દૂર રહે છે. તે જ સમયે, અક્ષયના બાળકો ઘણીવાર મીડિયામાં જોવા મળે છે.
First published:

Tags: Akshay Kumar News, Bollywood actress, Bollywood Latest News, Raveena Tandon

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો