રેવ પાર્ટીમાંથી હિના પંચાલ સહિત એક વિદેશી મહિલા, બે કોરિયોગ્રાફર્સ અને એક મરાઠી અને એક સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ ઉપરાંત અન્ય લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસ સૂત્રો મુજબ અટકાયત સમયે સૌ નશામાં ધૂત હતાં.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં મહારાષ્ટ્ર પોલીસ (Maharastra Police)એ નાસિક (Nasik)નાં ઇગતપુરીમાં એક રેવ પાર્ટી (Rave Party)માં રેઇડ પાડી હતી. આ રેવ પાર્ટીથી પોલીસે 22 લોકોની ધરપકડ કરી છે. હવે આ મામલે ખબર છે કે, અટકાયતમાં લેવામાં આવેલાં 22 લોોકમાં બિગ બોસ મરાઠીમાં (Bigg Boss Marathi) નજર આવેલી હિના પંચાલ (Heena Panchal) પણ શામેલ હતી. મળતી માહિતી મુજબ પોલીસે શનિવારે રાત્રે આશરે 2 વાગ્યે રેઇડ પાડી હતી.
જ્યાં હિના પંચાલ સહિત એક વિદેશી મહિલા, બે કોરિયોગ્રાફર્સ અને એક મરાઠી અને એક સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ ઉપરાંત અન્ય લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસ સૂત્રો મુજબ અટકાયત સમયે સૌ નશામાં ધૂત હતાં.
પાર્ટીથી પોલીસની ટીમે કેમેરા, કોકેઇન, હુક્કો અને રોકડ જપ્તે કર્યાં છે. મહારાષ્ટ્ર પોલીસે આ છાપેમારીથી મોટા ડ્રગ્સ રેકેટની માહિતી મેળવી છે. હવે પોલીસ એ મામલે વધુ તપાસમાં લાગી છે કે, પાર્ટીમાં ભારે માત્રામાં ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે. આગળની કાર્યવાહી કરતાં મુંબઇની એક નાઇઝીરિયન નાગરિકને પણ અરેસ્ટ કરવામાં આવ્યાં છે. આ તમામ લોકો શુક્રવારે સવારે પીયૂષ શાહનાં જન્મ દિવસની પાર્ટી માટે ઇગતપુરીની સ્કાય તાજ વિલામાં રોકાયા હતાં. જ્યાં રાત્રે 12 વાગ્યે પીયૂષનાં જન્મ દિવસની કેક કાપવામાં આવી હતી. બીજા દિવસે શનિવારે રાતનાં રેવ પાર્ટી શરૂ થઇ હતી. જેમાં મરાઠી એક્ટ્રેસ હના પંચાલ પણ તેનાં મિત્રો સાથે શામેલ થઇ હતી.
આપને જણાવી દઇએ કે, હિના પંચાલે બિગ બોસ મરાઠીની સિઝન 2માં ભાગ લીધો હતો. તે ઘણાં મરાઠી અને હિન્દી ફિલ્મોમાં નાના મોટા રોલ કરી ચૂકી છે. હિના પંચાલ તેનાં બોલ્ડ લૂક્સને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તે મલાઇકા અરોરાની હમશક્લ તરીકે જાણીતી છે. હિનાએ બે આઇટમ નંબર 'બલમ બંબઇ' અને 'બેવડા બેવડા જાલો મી ટાઇમ' હિટ સાબિત થયો હતો. આ ઉપરાંત તેણે ગત વર્ષે પારસ છાબરા કા સ્વયંવરનાં રિયાલિટી શો 'મુજસે શાદી કરોગી'માં ભાગ લીધો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર