Home /News /entertainment /

'ધૂમર' પર કરણી સેનાની બબાલ, કોન્વેન્ટ સ્કૂલમાં કરી તોડફોડ

'ધૂમર' પર કરણી સેનાની બબાલ, કોન્વેન્ટ સ્કૂલમાં કરી તોડફોડ

મધ્ય પ્રદેશનાં રતલામ જિલ્લાની જાવરામાં સેન્ટપોલ સ્કૂલમાં 'પદ્માવત' ફિલ્મનાં ગીત 'ધૂમર' મુદ્દે ભારે વિવાદ થયો છે.

મધ્ય પ્રદેશનાં રતલામ જિલ્લાની જાવરામાં સેન્ટપોલ સ્કૂલમાં 'પદ્માવત' ફિલ્મનાં ગીત 'ધૂમર' મુદ્દે ભારે વિવાદ થયો છે.

    રતલામ: મધ્ય પ્રદેશનાં રતલામ જિલ્લાની જાવરામાં સેન્ટપોલ સ્કૂલમાં 'પદ્માવત' ફિલ્મનાં ગીત 'ધૂમર' મુદ્દે ભારે વિવાદ થયો છે. આ સ્કૂલનાં એક કાર્યક્રમમાં બાળકીઓએ ઘૂમર ગીત પર ડાન્સ કર્યો હતો. આ સમયે કરણી સેનાનાં કાર્યકર્તાઓએ ભારે બબાલ કરી હતી.

    સોર્સિસની માનીયે તો, સેન્ટપોલ સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન કરણી સેનાનાં કાર્યકર્તાઓ જબરદસ્તી ઘુસી ગાય હતાં. અને તેમણે ખુરશીઓ અને કાંચ તોડી ફોડી નાખ્યા હતાં. આ ઘટના બાદ જાવરા સિટી પોલીસ સ્ટેશને કેટલાંક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

    ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'પદ્માવત' જેનું પહેલાં નામ 'પદ્માવતી' હતું તેનાં પર રાજ્યમાં પ્રતિબંધ લગાવવાની માંગ ચાલી રહી છે. કરણી સેનાનાં વિરોધને કારણે રાજ્ય સરકારે તેનાં પર પ્રતિબંધ લાદ્યો છે.

    કરણી સેના આ ફિલ્મમાં રાની પદ્માવતીની છબી ખરાબ રીતે રજૂ કરવા પર અને રાજપૂત સમજાની ભાવનાઓને આહત કરવવાનો આરોપ લગાવ્યો હતો. કરણી સેનાને રાજસ્થાની લોક ગીત ધૂમરથી પણ ફિલ્મમાં ઉપયોગ બદલ આપત્તિ જતાવેલી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Karni sena, Padmavati, Ratlam Madhyapradesh, Row rajput, Vandalizing in school program

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन