Home /News /entertainment /

Rati Agnihotri Birthday: આ અભિનેત્રીને પુત્ર માટે 30 વર્ષ સુધી પતિનો માર સહન કરવો પડ્યો, હવે આવી દેખાય છે

Rati Agnihotri Birthday: આ અભિનેત્રીને પુત્ર માટે 30 વર્ષ સુધી પતિનો માર સહન કરવો પડ્યો, હવે આવી દેખાય છે

રતિ અગ્નિહોત્રી જન્મદિવસ

રતિ અગ્નિહોત્રી (Rati Agnihotri)એ 1981માં ફિલ્મ 'એક દુજે કે લિયે' (ek duje ke liye) થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. લગ્ન પછી પતિ ઈચ્છતો હતો કે રતિ ફિલ્મોમાં કામ ન કરે. આ દરમિયાન 1986માં રતિએ પુત્ર તનુજને જન્મ આપ્યો

    મુંબઈ: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે ફિલ્મ 'કુલી' (Coolie) માં કામ કરનાર અભિનેત્રી (Actress) રતિ અગ્નિહોત્રી (Rati Agnihotri Birthday) 61 વર્ષની થઈ ગઈ છે. 10 ડિસેમ્બર, 1960ના રોજ બરેલી (Bareli)માં જન્મેલી રતિનું બાળપણ ચેન્નાઈ (Chennai)માં વીત્યું હતું. તેણે માત્ર 10 વર્ષની ઉંમરે મોડલિંગ (Modeling) શરૂ કર્યું હતું. રતિને અભિનેત્રી બનાવવાનો શ્રેય તમિલ નિર્દેશક ભારતી રાજા (Bharti Raja)ને જાય છે, જેમણે રતિને 16 વર્ષની ઉંમરે ફિલ્મ 'પુદીયા વરપુકલ'માં તક આપી હતી. રતિએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પુત્ર તનુજને ખાતર તેણે 30 વર્ષ સુધી પતિના અત્યાચારો સહન કરવા પડ્યા.

    રતિએ 1981માં ફિલ્મ 'એક દુજે કે લિયે' (ek duje ke liye) થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 1985માં, તેના ડેબ્યૂના 4 વર્ષ પછી, રતિએ બિઝનેસમેન અને આર્કિટેક્ટ અનિલ વિરવાની સાથે લગ્ન કર્યા. લગ્ન પછી પતિ ઈચ્છતો હતો કે રતિ ફિલ્મોમાં કામ ન કરે. આ દરમિયાન 1986માં રતિએ પુત્ર તનુજને જન્મ આપ્યો. જો કે, આ પછી પણ તેણે 2 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ રતિ અને તેના પતિ વચ્ચે ઝઘડા થયા. આટલું જ નહીં પુત્ર થયા બાદ પતિએ રતિને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

    ફિલ્મ 'કુલી' (Coolie) માં કામ કરનાર અભિનેત્રી (Actress) રતિ અગ્નિહોત્રી (Rati Agnihotri) 61 વર્ષની થઈ


    રતિ અગ્નિહોત્રીએ 2015માં આર્કિટેક્ટ પતિ અનિલ વિરવાની પર ચાકુ મારવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા પણ રતિ અગ્નિહોત્રીએ તેના પતિ વિરુદ્ધ ઉત્પીડન, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. 2015માં એક ઈન્ટરવ્યુમાં રતિએ કહ્યું હતું કે તેણે લાંબા સમય સુધી પતિના જુલમ સહન કર્યા હતા. પરંતુ હવે તમામ હદો વટાવી દેવામાં આવી છે. તેણી માત્ર તેના પુત્ર તનુજના ખાતર ચૂપ રહી કારણ કે તેણી તેને ઝઘડાઓથી દૂર રાખવા માંગતી હતી.

    સાઉથની ઘણી ફિલ્મો કર્યા પછી રતિએ બોલિવૂડની ફિલ્મો કરી

    સાઉથની ઘણી ફિલ્મો કર્યા પછી રતિએ બોલિવૂડની ફિલ્મો કરી. 'ફર્ઝ ઔર કાનૂન', 'કુલી', 'તવાયફ', 'હુકુમત' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું. 16 વર્ષ સુધી ફિલ્મોથી દૂર રહેલી રતિએ 2001થી ફિલ્મોમાં વાપસી કરી. તેણે ફિલ્મ 'કુછ ખટ્ટી કુછ મીઠી'માં કાજોલની ગ્લેમરસ માતાની ભૂમિકા ભજવી હતી. આ પછી તેણે 'યાદે' અને 'દેવ'માં પણ કામ કર્યું.

    આ પણ વાંચોShatrughan Sinha Birthday: અભિનેતા કરતાં વિલન તરીકે વધુ પસંદ કરવામાં આવતા, શા માટે રાજકારણી બન્યા?

    રતિએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી, ભોજપુરી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની મુખ્ય ફિલ્મોમાં સ્વામીદાદા, અય્યાશ, મઝદૂર, મુજે ઇન્સાફ ચાહિયે, કુલી, બોક્સર, મેરા ફેસલા, જોન જાણી જનાર્દન, કરિશ્મા કુદરત કા, એક સે ભલે દો, તવાયફ, દિલ તુઝકો દિયા, દાદાગીરી, યાદેં, ચૂપકે સે, કાંટે, સોચા ન થા, પહચાન, જિમ્મી, લક, બિન બુલાયેં બરાતી, શાદી કે સાઇડ ઇફેક્ટ્સ, સિંઘ ઇઝ બ્લિંગ સામેલ છે. રતિ અગ્નિહોત્રી છેલ્લે 2016માં આવેલી ફિલ્મ 'રણવીર ધ માર્શલ'માં જોવા મળી હતી. આ પછી રતિએ તે જ વર્ષે તેલુગુ ફિલ્મ ડિક્ટેટરમાં પણ કામ કરી ચુકી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन