20માં ડેબ્યૂ, 21માં સગાઈ અને 22માં તૂટ્યા સંબંધો, હવે 25 વર્ષની ઉંમરે કરોડોની માલકીન છે રશ્મિકા

રશ્મિકા અભિનેત્રી માત્ર શાનદાર જ નથી પણ ખૂબ જ સુંદર પણ છે

રશ્મિકા અભિનેત્રી માત્ર શાનદાર જ નથી પણ ખૂબ જ સુંદર પણ છે. તે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો આ અભિનેત્રી પર પાગલ છે.

 • Share this:
  મુંબઈ : પોતાના અભિનય, સુંદરતા, સ્ટાઈલ અને ફિલ્મો (Films)થી દેશભરમાં નામના મેળવનાર અભિનેત્રી (Actress) રશ્મિકા મંદાના (Rashmika Mandanna) દક્ષિણ ભારતીય ફિલ્મો (South Films)ની જાણીતી અભિનેત્રી છે. જો કે હવે તે બોલિવૂડ (Bollywood)માં પણ પગ મુકવા જઈ રહી છે અને તેની પાસે બોલિવૂડ સાથે જોડાયેલા ઘણા મોટા પ્રોજેક્ટ્સ (Projects) છે. રશ્મિકા માત્ર દક્ષિણ ભારતીય સિનેમા (South Indian Cinema) પુરતી સીમિત નથી, પરંતુ તેણે ઓછા સમયમાં દેશભરમાં નામ કમાયું છે.

  રશ્મિકા મંદાનાની દરેક હરકત પર ચાહકો દિલ હારી બેસે છે અને તેની કિલર સ્માઈલે તેને નેશનલ ક્રશનું બિરુદ અપાવ્યું. રશ્મિકા અભિનેત્રી માત્ર શાનદાર જ નથી પણ ખૂબ જ સુંદર પણ છે. તે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો આ અભિનેત્રી પર પાગલ છે.

  મુખ્યત્વે તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કરતી રશ્મિકા આજે દરેક જગ્યાએ છે. તે એક પછી એક મોટી જાહેરાતો પણ કરી રહી છે અને ચાહકો પણ આ અભિનેત્રી વિશે વધુને વધુ જાણવા માંગે છે. 5 એપ્રિલ 1996ના રોજ કર્ણાટકના વિરાજપેટમાં જન્મેલી રશ્મિકા માત્ર 25 વર્ષની ઉંમરે ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે.

  તમને જણાવી દઈએ કે રશ્મિકા છેલ્લા 5 વર્ષથી ફિલ્મી દુનિયામાં સક્રિય છે. અભિનેત્રીએ વર્ષ 2016માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેની પ્રથમ ફિલ્મ કિરિક પાર્ટી આવી હતી, તે કન્નડ ફિલ્મ હતી. વર્ષ 2018 માં, અભિનેત્રીએ તેની તેલુગુ ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી. તેની પ્રથમ તેલુગુ ફિલ્મ 'ચલો' હતી.

  આ ફિલ્મે બદલ્યું ભાગ્ય, રાતોરાત સ્ટાર બની ગઈ

  2016માં કિરિક પાર્ટી, 2017માં અંજની પુત્ર, 2017માં ચમક અને 2018માં 'ચલો'માં કામ કર્યા બાદ રશ્મિકાએ તે જ વર્ષે ફિલ્મ 'ગીતા ગોવિંદમ'માં કામ કર્યું. આ ફિલ્મે રાતોરાત રશ્મિકાની કિસ્મત બદલી નાખી. આ ફિલ્મ સુપર-ડુપર હિટ સાબિત થઈ અને અભિનેત્રીએ જોરદાર સ્ટારડમ હાંસલ કર્યું.

  રશ્મિકાએ સાઉથ સુપરસ્ટાર વિજય દેવેરકોંડા સાથે ફિલ્મ ગીતા ગોવિંદમમાં કામ કર્યું હતું. આ ફિલ્મ બંનેના ચાહકોને ખૂબ પસંદ આવી હતી અને આ જોડીએ સફળતાના નવા ઝંડા લગાવ્યા હતા. આ ફિલ્મ તેલુગુ સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ. 5 કરોડના ખર્ચે બનેલી ગીતા ગોવિંદમે 132 કરોડથી વધુની કમાણી કરી હતી.

  ત્યારબાદ રશ્મિકાએ યઝમાન (2019), ડિયર કોમરેડ (2019), સરીલરુ નીકેવરુ (2020), ભીષ્મ 2020, પોગરુ (2021) અને સુલતાન (2021) માં કામ કર્યું. રશ્મિકાએ વર્ષ 2019માં ડિયર કોમરેડમાં વિજય સાથે પણ કામ કર્યું હતું અને ફરી એકવાર બંનેએ સ્ક્રીન પર ધમાલ મચાવી હતી.

  થોડા વર્ષોમાં રશ્મિકાએ ફિલ્મી દુનિયા પર રાજ કરવાનું શરૂ કરી દીધું છે. તે આજે ટોલીવુડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીની નેટવર્થ જાણીને તમારા હોશ ઉડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકા લગભગ 4 મિલિયન ડોલરની માલિક છે. તેમની પાસે ભારતીય ચલણમાં લગભગ 29 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ફિલ્મો સિવાય અભિનેત્રીની કમાણીનું માધ્યમ જાહેરાત અને મોડલિંગ પણ છે.

  આ પણ વાંચો - કેટલી છે Shah Rukh Khanના પર્સનલ બોડીગાર્ડની salary? આંકડો જોઈ આંખો પહોંળી થઈ જશે

  ડેબ્યૂ ફિલ્મના એક્ટર સાથેની સગાઈ તૂટી ગઈ

  રશ્મિકાના અંગત જીવનની વાત કરીએ તો, તેની પહેલી ફિલ્મ 'કિરિક પાર્ટી'ના એક્ટર રક્ષિત શેટ્ટી સાથે તેનું અફેર ફિલ્મના સેટ પર જ શરૂ થઈ ગયું હતું. બંનેએ 3 જુલાઈ 2017ના રોજ સગાઈ કરી હતી પરંતુ એક વર્ષ બાદ સપ્ટેમ્બર 2018માં તેમનો સંબંધ તૂટી ગયો હતો. જો કે આજદિન સુધી આ સંબંધ તૂટવાનું કારણ બહાર આવ્યું નથી.
  Published by:kiran mehta
  First published: