Home /News /entertainment /

કેમેરા સામે ડ્રેસની ચેન ખોલવા લાગી રશ્મિ દેસાઇ, વીડિયો છવાયો

કેમેરા સામે ડ્રેસની ચેન ખોલવા લાગી રશ્મિ દેસાઇ, વીડિયો છવાયો

રશ્મિ દેસાાઇએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે

Rashami Desai New Video: 'બિગ બોસ'માં જોવા મળેલી ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના હુશ્નનો જલવો વિખેરતી જોવા મળતી હોય છે

  મુંબઇ: ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ (rashami desai) ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે. તે પોતાની કાતિલ અદાઓ અને મનમોહક સ્મિતથી લાખો ફેન્સના દિલો પર રાજ કરે છે. તેમના હુશ્નના જાદુના ફેન્સ કાયલ છે. તે ઘણી વખત મિત્રો સાથે મસ્તી કરતી તો ક્યારેક પોતાનામાં મગન જોવા મળે છે. બિન્દાસ્ત રશ્મિ દેસાઈને લોકો હંમેશા પસંદ કરતા આવ્યા છે. તે મોટી ફેન ફોલોઈંગ (fan following) પણ ધરાવે છે. આના કારણે જ જ્યારે તે કોઇ પોસ્ટ કરે છે તો તેની પર લાઇક્સ અને કોમેન્ટ્સનો વરસાદ થવા લાગે છે.

  રશ્મિ દેસાાઇએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક વ્હાઇટ ફ્રોકમાં જોવા મળી રહી છે. રીલની શરૂઆતમાં તે સ્માઇલ આપતા કેમરા તરફ જુએ છે અને પછી બન્ને હાથોને પાછળની તરફ લઇ જતાં તેની ઝીપ ખોલે છે. આ સમગ્ર વીડિયોમાં રશ્મિ દેસાાઇ સુંદર લાગી રહી છે. તેની પર ડ્રેસ અને કલર બન્ને ખૂબ સરસ લાગી રહ્યા છે.  આ પણ વાંચો: આ પાંચ લોકો છે મલાઈકા અને અર્જુનના પ્રેમના દુશ્મન, જાણો શું છે કારણ

  વીડિયોમાં જેવી જ તે ઝીપ ખોલે છે, તો કેમેરાનું ફોક્સ તેની બેક પર જોવા મળે છે અને તે દૂર થતાં રશ્મિ બીજા ડ્રેસમાં જોવા મળે છે. આમાં તે ગાઉનમાં પોતાની નજર ઉઠાવે છે અને પછી પાંપળ ઝુકાવે છે. આ વીડિયો પોસ્ટ પર રશ્મિ દેસાઇના ફેન્સ પ્રેમ લૂટાઈ રહ્યા છે. ફેન્સ લાઇક્સ અને કોમેન્ટ્સનો ઢગલો કરી રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે, 'બિગ બોસ'માં જોવા મળેલી ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના હુશ્નનો જલવો વિખેરતી જોવા મળતી હોય છે. તેની સ્ટાઇલિશ તસવીરો પર ફેન્સ કમેન્ટ્સ અને લાઇક્સ દ્વારા પ્રેમ વરસાવતા જોવા મળે છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Bollywood Gossip, Bollywood News in Gujarati, Instagram video, Rashmi Desai

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन