બિગ બોસ OTT (Bigg Boss OTT)ની શરૂઆત થઈ ગઈ છે. દરેક યુવતીએ બિગ બોસમાં એક પાર્ટનર સાથે એન્ટ્રી કરવાની હતી. ત્યારે શિલ્પા શેટ્ટી (Shilp Shetty)ની બહેન શમિતા શેટ્ટીએ (Shamita Shetty) અભિનેતા રાકેશ બાપટ સાથે બિગ બોસમાં એન્ટ્રી કરી છે. શમિતા શેટ્ટીના જીજુ રાજ કુન્દ્રા જેલમાં ગયા બાદ શમિતાને બિગબોસમાં લેતાં લોકોને તે પસંદ નહોતું આવ્યું. ત્યાર બાદથી શમિતા શેટ્ટીને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. બિગ બોસનું પહેલુ વીક શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ માટે સારું નથી રહ્યું. જોકે, શમિતા અને રાકેશ વચ્ચે પ્રેમ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
શોમાં અનેક વાર રાકેશ શમિતા સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો છે, જ્યારે પણ રાકેશ કોઈ કમેન્ટ કરે છે, ત્યારે શમિતાના ચહેરા પર બ્લશિંગ જોવા મળે છે. આ કારણોસર બિગબોસના અન્ય કન્ટેસ્ટેન્ટને લાગી રહ્યું છે કે, આ બંને વચ્ચે કંઈક તો છે. તેમના ફેન્સને પણ આ બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. જ્યારે શમિતા સવારે બેડ પર હતી, ત્યારે રાકેશે શમિતાના હાથ પર કિસ કરી હતી. સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
શમિતા શેટ્ટી અને રાકેશની બોન્ડિંગ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે. તે બંને હંમેશા સાથે જોવા મળે છે. શમિતા અને રાકેશે હજુ સુધી કહ્યું નથી કે, તેઓ એકબીજાને પ્રેમ કરે છે. તેઓ એકબીજા સાથે ખૂબ જ સારો સમય વિતાવી રહ્યા છે. ટ્વિટર યૂઝર્સને શમિતા અને રાકેશની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે.
આ સપ્તાહે બિગ બોસે તમામ પાર્ટીસિપેન્ટ્સને તેમનું કનેક્શન બદલવાની તક આપી હતી, પરંતુ શમિતાએ ફરીથી રાકેશની જ પસંદગી કરી હતી. રાકેશે કહ્યું હતું કે, “અમારા બંનેની એકબીજા માટે અન્ડરસ્ટેન્ડિંગ છે, શમિતા મારી છે અને હું શમિતાનો છું.”
આ બાબતે શમિતાએ કહ્યું હતું, કે "I also want to punch you because you took so long."
આ વીડિયો પણ રહ્યો હતો ચર્ચામાં
થોડા દિવસો પહેલા શોનો એક પ્રોમો રિલીઝ થયો હતો. આ પ્રોમોમાં બતાવવામાં આવ્યું હતુ કે, રાત્રે તમામ સ્પર્ધકો પોતાના કનેક્શન સાથે એક જ બેડ પર સૂતા જોવા મળે છે. શમિતા તથા રાકેશ એક જ બેડ પર હતા. આ દરમિયાન રાકેશ, શમિતાને કહે છે, 'ચલ હું બીજીવાર ટ્રાય કરું છું. સૂવાની. પછી તે શમિતાને એવું કહે છે, 'હું તને વોર્મ અપ કરવાનો પ્રયાસ કરું છું.' આ સાંભળીને શમિતાએ રાકેશને એવો જવાબ આપ્યો કે, 'તું ત્યાં જા.' (બીજા બેડ તરફ ઈશારો કરીને) તો રાકેશ એમ કહે છે, 'મને લોંગ ડિસ્ટન્સ પસંદ નથી.' રાકેશ બાપટના ફ્લર્ટિંગથી કંટાળીને શમિતા બેડ પરથી નીચે આવીને રાકેશનો બ્લેકન્કેટ ખેંચવાનો પ્રયાસ કરે છે. આના પર રાકેશ કહે છે કે તેણે પેન્ટ નથી પહેર્યું.'