Home /News /entertainment /લગ્નની વર્ષગાંઠ પર દીપિકાની ઓફિસ પહોંચી રણવીરે આપી સરપ્રાઇઝ, ખુશીથી નાચવા લાગી એક્ટ્રેસ

લગ્નની વર્ષગાંઠ પર દીપિકાની ઓફિસ પહોંચી રણવીરે આપી સરપ્રાઇઝ, ખુશીથી નાચવા લાગી એક્ટ્રેસ

ફોટોઃ @ranveersingh

બોલિવૂડના પાવર કપલમાંથી એક રણવીર સિંહ અને દીપિકા આજે પોતાની ચોથી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. તેના અવસર પર રણવીરે પોતાની પત્નીની ઓફિસમાં જઈને ખૂબ જ સુંદર સરપ્રાઇઝ આપ્યુ હતું.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડના એક એવા કપલ છે જેની કેમિસ્ટ્રી જોઈને લોકો રીલ લાઈફની સાથે સાથે રિયલ લાઇફમામ પણ સાથે જોવાનું પસંદ કરે છે. ઈન્ડસ્ટ્રીના પાવ કપલમાંથી એક દીપિકા અને રણવીર આજે પોતાના લગ્નની ચોથી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. બંને હંમેશા લાઇમલાઇટનો ભાગ રહે છે. આ વાત દરેક લોકો જાણે છે કે, રણવીર પોતાની પત્નીને ખુશ કરવા માટે અને તેને સ્પેશ્યલ ફીલ કરાવવાનો કોઈપણ મોકો નથી છોડતો. એવામાં લગ્નની વર્ષગાંઠ પર તો રણવીર પોતાને કેવી રીતે રોકી શકે?

જણાવી દઈએ કે રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં તે દીપિકાની ઓફિસ જઈને તેને સરપ્રાઇઝ આપે છે. એક્ટરે આ વરખે પોતાની પત્નીને સરપ્રાઇઝ આપીને મેજર કપલ ગોલ સેટ કરી દીધો છે. પોતાની પ્રોફેશનલ કમિટમેન્ટ્સને લઈને વર્ષગાંઠ પર વ્યસ્ત રહેનારી દીપિતાને આનાથી સારુ કદાચ જ કોઈ સરપ્રાઇઝ મળી શકે છે.

આ પણ વાંચોઃ સાનિયા મિર્ઝાના છૂટાછેડાની ખબર વચ્ચે શોએબ મલિકે આપી જન્મદિવસની શુભકામના


ચોકલેટ આપીને યાદગાર બનાવ્યો દીપિકાનો દિવસ


દીપિકાએ ઓફિસ જઈને ફૂલ અને ચોકલેટ આપીને રણવીર સિંહને ખૂબ જ સ્પેશ્યલ સરપ્રાઇઝ આપ્યુ છે. વળી, રણવીરે અચાનક સામે જોઈને દીપિકાનો હરખ નહતો સમાતો. ઈન્સ્ટા સ્ટોરીમાં રણવીરે સરપ્રાઇઝ વિઝટની એક તસવીર પોસ્ટ કરી છે.

આ પણ વાંચોઃ ક્યારેક કૂતરા પાછળ છોડ્યા તો ક્યારેક પુરુષોએ જ બનાવ્યો 'ડાર્લિંગ', રણવીરે જણાવ્યો દુઃખદ સંઘર્ષનો સમય

ફોટોની સાથે કેપ્શનમાં એક્ટરે લખ્યુ છે, 'જ્યારે તેને લગ્નની વર્ષગાંઠ પર પણ કામ હોય છે તો તમે તેની ઓફિસમાં જઈને સરપ્રાઇઝ આપી શકો છો. પ્લીઝ ડોન્ટ અંડરએસ્ટિમેટ ધ પાવર ઑફ ફ્લાવર્સ એન્ડ ચૉકલેટ્સ. ડાયમંડની જરુરત નથી બુઆહા, નોટ્સ લે એન્ડ થેન્ક્સ મી લેટર જેન્ટલમેન'
First published:

Tags: Deepika Paukone, Entertainment news, Ranvir singh, દીપિકા પાદુકોણ, મનોરંજન, રણવીર સિંહ