બીજી વખત પિતા બનવાનો છે RANNVIJAY SINGHA, તસવીરો શેર કરી જાહેરાત

(photo credit: instagram/@rannvijaysingha)

રણવિજય સિંહે (Rannvijay Singh) આ સમાચાર શેર કર્યા કે, સેલિબ્રિટીઝ તેને વધામણાં આપવા લાગ્યા છે. તેમાં નેહા ધૂપિયા, અંગદ બેદી, કનિકા કપૂર જેવાં સ્ટાર્સ શામેલ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં ટીવી અને ફિલ્મની દુનિયામાં સેલિબ્રિટીઝ એક બાદ એક ગૂડન્યૂઝ આપી રહ્યાં છે. પહેલાં ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ અને સિંગર શ્રેયા ઘોષાલે તેમની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી તો હવે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાઇ ગયુ છે. એમટીવીનાં શો રોડીઝનાં જજ રણવિજય સિંહ (Rannvijay Singh)ની. રણવિજય સિંહ (Rannvijay Singh) બીજી વખત પિતા બનવાનો છે.

  હાલમાં રણવિજયે ઇન્સ્ટાગ્રામ પર ગૂડ ન્યૂઝ આપતાં તેનાં પરિવારનો એક ફોટો શેર કર્યો છે. તેમાં તેની પત્નીનું બેબી બમ્પ નજર આવી રહ્યું છે. આ સાથે જ તેણે કેપ્શન આપી છે. આપ ત્રણેયને ખુબજ મિસ કરી રહ્યો છું. આ ત્રોણેય કેમેરા સામે પોઝ આપતા નજર આવે છે. પ્રિયંકાએ પણ તેનાં અકાઉન્ટ પર એક સુંદર વીડિયો શેર કર્યો છે. જેમ રણવિજયે આ સમાચાર શેર કર્યા કે, સેલિબ્રિટીઝ તેને વધામણાં આપવા લાગ્યા છે. તેમાં નેહા ધૂપિયા, અંગદ બેદી, કનિકા કપૂર જેવાં સ્ટાર્સ શામેલ છે.

  (photo credit: instagram/@rannvijaysingha)


  આપને જણાવી દઇએ કે, રણવિજય સિંહ (Rannvijay Singh) અને પ્રિયંકા વોહરાએ વર્ષ 2014માં કેન્યામાં લગ્ન કર્યા હતાં. અને 16 જાન્યુઆરી 2017માં તેમણે એક દીકરી કૈનાત સિંહને જન્મ આપ્યો હતો.

  આ જોડીની લવ સ્ટોરી પણ ઘણી જ ખાસ છે. બંનેની મુલાકાત સંયોગાવશ થઇ હતી. પ્રિયંકા મૂળ લંડનની છે. તે તેનાં કોઇ સંબંધીને મળવાં ભારત આવી હતી. બંને ભાગ્યથી મળ્યા હતાં. અને આ રીતે જ તેમનાં વચ્ચે પહેલી મુલાકાત અને પ્રેમ થયો હતો. બાદમાં તેમણે લગ્ન કરી લીધા હતાં.
  Published by:Margi Pandya
  First published: