જાણીતા અમેરિકન રેપર ફેરલ વિલિયમ્સે પહેલીવાર શુક્રવારે ભારતમાં હોળી સેલિબ્રેટ કરી હતી. રેપરે પોતાની પહેલી હોળી બોલિવૂડ સ્ટાર રણવીર સિંહની સાથે ઉજવી હતી.
શુક્રવારે મુંબઈમાં સ્પોર્ટ્સ વેર કંપની દ્વારા આયોજીત આ હોળી ઈવેન્ટમાં અમેરિકન રેપર ફૈરલ રણવીરના ખલીબલી સોન્ગ પર પણ ઘણો નાચ્યો હતો.
ફૈરલ સ્પોર્ટ્સ વેર કંપની એડિડાસે પોતાની હોળી સ્પેશિયલ કલેક્શનની નવી રેન્જની લોન્ચ માટે મુંબઈ પહોંચ્યા હતાં.
આ ઈવેન્ટમાં રણવીર સિંહ હોસ્ટ હતો. આ ઈવેન્ટની કેટલીક તસવીરો ઈન્સ્ટ્રાગ્રામ પર પણ છવાયેલી રહી છે. તસવીરોમાં રેપર ફૈરલની સાથે રણવીર સિંહ હોળીના લુકમાં કમાલ દેખાતા હતાં.