Home /News /entertainment /

OFF SCREEN: જ્યારે આલિયાની લાખો રૂપિયાનો ડ્રેસ રણવીરે બગાડ્યો.... !

OFF SCREEN: જ્યારે આલિયાની લાખો રૂપિયાનો ડ્રેસ રણવીરે બગાડ્યો.... !

આ દરમિયાન રણવીર બાળકો સાથે રમવામાં એટલો મશ્ગુલ થઇ ગયો કે તેને આસપાસનું કંઇ જ ધ્યાન ન રહ્યું.

આ દરમિયાન રણવીર બાળકો સાથે રમવામાં એટલો મશ્ગુલ થઇ ગયો કે તેને આસપાસનું કંઇ જ ધ્યાન ન રહ્યું.

મુંબઇ: સુપર એક્ટિવ નેચર માટે જાણીતો રણવીર સિંઘ ઘણી વખત એવી મસ્તી કરે છે કે જેનાંથી તેની આસપાસનાં લોકોને સહન કરવું પડે. પણ હાલમાં તેનાંથી અજાણતા એવી ભૂલ થઇ ગઇ કે જેનો ભોગ આલિયા ભટ્ટ બની ગઇ. ખરેખરમાં રણવીર અને આલિયા બાળકોનાં એક એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા પહોચ્યા હતાં. આ ફંક્શનમાં બાળકોને એવોર્ડ આપવામાં આવવાનો હતો. જ્યાં તેઓ
બાળકોને એન્ટરટેઇન કરવા પહોચ્યા હતાં.

આ દરમિયાન રણવીર બાળકો સાથે રમવામાં એટલો મશ્ગુલ થઇ ગયો કે તેને આસપાસનું કંઇ જ ધ્યાન ન રહ્યું. રણવીરનાં હાથમાં આ સમયે વોટર જેલ હતું. રમતા રમતા અચાનક જ તેનાં હાથમાંથી તે છુટ્યું અને તે આલિયાનાં કપડાં પર પડ્યું... પછી શું.. આલિયાની આખી ડ્રેસ ખરાબ થઇ ગઇ. જે બાદ આલિયા ચુપાચ સ્ટેજ પરથી નીચે ઉતરી ગઇ.

ફિલ્મોની વાત કરીએ તો આલિયા ટૂંક સમયમાં જ રણવી સાથે ગલી બોયમાં નજર આવશે. હાલમાં તે મેઘના ગુલઝારની અપકમિંગ ફિલ્મ રાઝીનું શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે. આ ઉપરાંત તે રણબીર કપૂર સાથે 'બ્રહ્માસ્ત્ર'ની શૂટિંગમાં વ્યસ્ત છે આ ફિલ્મને અયાન મુખર્જી ડિરેક્ટ કરી રહ્યો છે.

તો રણવીરની 25 જાન્યુઆરીએ 'પદ્માવત'નાં રોજ રિલીઝ થઇ રહી છે.
First published:

Tags: Alia Bhatt, Ranveer Singh, Stage

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन