રણવીરની 'સિમ્બા'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, અજયની એન્ટ્રી પર ચોક્કસથી મારશો સીટી

News18 Gujarati
Updated: December 3, 2018, 2:11 PM IST
રણવીરની 'સિમ્બા'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, અજયની એન્ટ્રી પર ચોક્કસથી મારશો સીટી
સિમ્બા ટ્રેલર

  • Share this:
મુંબઇ: રણવીર સિંઘની અપકમિંગ ફિલ્મ 'સિમ્બા'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલર જોઇને તમને રણવીરનો આ 'દબંગ' અવતાર ચોક્કસથી ગમશે. શિવગઢ કા છોરાની આ કહાની દર્શાવવામાં આવી છે. જોકે તે 'સિંઘમ'થી પ્રેરણા લઇને બોડી બનાવે છે પણ તેનાં નિતિ નિયમો નથી અપનાવતો. લાંચ રુશવત ખોર 'સિમ્બા'નાં જીવનમાં એવી ઘટના બને છે કે જે બાદ તે તેની ફરજ પ્રત્યે વફાદાર થાય છે અને પછી 'સિમ્બા' બની જાય છે અસલી પોલીસ.

વેલ આ તો બધુ જ તમે ટ્રેલરમાં જોશો. પણ ટ્રેલરમાં સૌથી ખાસ વાત એ છે કે જ્યારે અજય દેવગણ 'સિંઘમ'ની એન્ટ્રી થાય છે. તમે વિચાર્યુ ન હોય તે રીતે અચાનક જ અજય દેવગણની એન્ટ્રી થાય છે અને આ એ ક્ષણ છે કે જો તમે અજયનાં ફેન હશો તો ચોક્કસથી એક સીટી તો તમે પણ મારી જ લેશો.રોહિત શેટ્ટીનાં ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મની બીજી ખાસ વાત એ છે કે આ ફિલ્મથી સારા અલી ખાન ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. આ તેની પહેલી ફિલ્મ છે અને તેને રણવીર સિંઘ સાથે રોમેન્સ કરવાની તક મળી છે.

રણવીર સિંઘ અને સારા અલી ખાનની 'સિમ્બા' 28 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થવાની છે ત્યારે એ પહેલાં જોઇ લો તેનું ધમાકેદાર ટ્રેલર
First published: December 3, 2018, 2:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading