રણવીરે પહેરી મોતીઓની માળા, લોકોએ કહ્યું- 'દીપિકાનું નેકલેસ ચોરી લીધુ?'

રણવીરે પહેરી મોતીઓની માળા, લોકોએ કહ્યું- 'દીપિકાનું નેકલેસ ચોરી લીધુ?'
(photo credit: instagram/@ranveersingh)

રણવીર સિંહ (Ranveer Singh)એ સેલ્ફી શેર કરતાં તેની ફિલ્મ 'મધુમતી'નાં ગીતની લાઇન પણ કેપ્શનમાં લખી છે. રણવીર સિંહ લખે છે કે, 'સુહાના સફર ઔર યે મૌસમ હસીન.. હમે ડર હૈ હમ ખો ન જાયે કહીં..'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂ઼ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) તેનાં નવાં અને અલગ લૂકને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. રણવીર તેનાં અંદાજથી ફેન્સને સરપ્રાઇઝ કરતો રહે છે. આ વચ્ચે રણવીર (Ranveer Singh Photos) ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે પણ કારણ એ જ છે. તેની ફેશન સેન્સ. હાલમાં રણવીર સિંહે તેની નવી સેલ્ફી (Ranveer Singh Selfie) શેર કરી છે. આ ફોટોમાં તે કેઝ્યુઅલ ટી શર્ટ અને કેપમાં નજર આવે છે. પણ ખાસ વાત એ છે કે, તેણે ટી શર્ટની સાથે પર્લ નેકલેસ પહેર્યું છે. જેને લઇને સોશિયલ મીડિયા પર કમેન્ટ્સની ભરમાર થઇ ગઇ છે.

  રણવીર સિંહની આ તસવીર પર લોકો કમેન્ટ કરી રહ્યાં છે રણવીરને સવાલ કરી રહ્યાં છે કે, આ નેકલેસ દીપિકા પાદુકોણનું છે. ફોટોમાં રણવીરનાં ફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે પણ કમેન્ટ કરી છે તેણે લખ્યું છે કે, 'બાબા તૂ હીરા નહીં, મોતી હૈ.'

  ફોટો શેર કરતાં રણવીર સિંહ (Ranveer Singh)એ સેલ્ફી શેર કરતાં તેની ફિલ્મ 'મધુમતી'નાં ગીતની લાઇન પણ કેપ્શનમાં લખી છે. રણવીર સિંહ લખે છે કે, 'સુહાના સફર ઔર યે મૌસમ હસીન.. હમે ડર હૈ હમ ખો ન જાયે કહીં..' ફોટોમાં રણવીર સિંહ હોટલની બાલકનીમાં નજર આવે છે. તેનાં ફોટોમાં બેકગ્રાઉન્ડમાં, બીચનો સુંદર નજારો જોવા મળે છે. રણવીરની આ તસવીર થોડા કલાક પહેલાંજ શેર કરવામાં આવી છએ જેને 7 લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે અને હજારો કમેન્ટ્સ આવી છે.
  Published by:Margi Pandya
  First published:December 05, 2020, 11:00 am

  ટૉપ ન્યૂઝ