સામે આવી રણવિર-દીપિકાના લગ્નની તસવીર, લગ્નમંડપમાં જુઓ બંનેનો અંદાજ

News18 Gujarati
Updated: November 16, 2018, 7:34 AM IST
સામે આવી રણવિર-દીપિકાના લગ્નની તસવીર, લગ્નમંડપમાં જુઓ બંનેનો અંદાજ

  • Share this:
છેલ્લા બે દિવસથી જે તસવીરોની રાહ જોવાતી હતી, તે તસવીરો અંતે આવી ગઇ છે, જી, દીપિકા-રણવિર સિંઘના લગ્ન મંડપની તસવીર સામે આવી ગઇ છે. રણવિર સિંઘ અને દીપિકા પાદુકોણે પોતપોતાના સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે.

લેક કોમોઃ ઈટાલીમાં દીપિકા તથા રણવિરે 14 નવેમ્બરના રોજ કોંકણી વિધિથી લગ્ન કર્યાં હતાં. હવે બીજા દિવસે એટલે કે 15 નવેમ્બરના રોજ બંને સિંધી વિધિથી લગ્ન કરવાના છે. ઈટાલીના Villa del Balbianello લાલ ગુલાબથી સજાવવામાં આવ્યો છે. પહેલાં દિવસે લગ્નની થીમ વ્હાઈટ હતી. બીજા દિવસે લગ્નની થીમ રેડ છે.

બીજા દિવસે પણ દીપિકા-રણવિરે પોતાનો વેડિંગ લુક લીક ના થાય તે માટે છત્રીથી તેને છુપાવવામાં આવ્યો હતો. રણવીર-દીપિકા બંને બ્લેક છત્રીથી ઢંકાઇને જ લગ્નમંડપ સુધી આવ્યા હતાં. દીપિકા તથા રણવિર સબ્યાસાચીના ડિઝાઈનરવેર પહેર્યા છે. ઈટાલિયન ટાઈમ પ્રમાણે, સાત વાગે વિલા ડેલ બાલિબયાનેલોમાં બોટમાં બેસીને મહેમાનો આવવા હતાં.

આ તસવીર રણવિર અને દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી.


સિંધી વિધિથી લગ્ન હોવાથી મહેમાનોએ સાફો બાંધ્યો છે. જાનૈયાઓએ બોટમાં ઢોલ પર અને ગોવિંદાના ગીતો પર જોરદાર ડાન્સ કર્યો હતો. રણવિર પણ જાનૈયાઓ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. રણવિરે 'મેરી પેન્ટ ભી સેક્સી..', 'ચુનરી ચુનરી..', 'અમ્મા દેખ તેરા..', 'વન ટુ કા ફોર..' જેવા સોંગ્સ પર ડાન્સ કર્યો હતો.

 
First published: November 15, 2018
વધુ વાંચો
अगली ख़बर