આખરે રણવીરે અનુષ્કાને લગ્ન માટે મોકલી ગીફ્ટ, પણ...

sanjay kachot | News18 Gujarati
Updated: December 21, 2017, 5:54 PM IST
આખરે રણવીરે અનુષ્કાને લગ્ન માટે મોકલી ગીફ્ટ, પણ...
આખરે રણવીરે અનુષ્કાને લગ્ન માટે મોકલી ગીફ્ટ

આખરે રણવીરે અનુષ્કાને લગ્ન માટે મોકલી ગીફ્ટ

  • Share this:
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલ તો રોમમાં પોતાનું હનીમૂન મનાવી રહ્યાં છે. પરંતુ આ બધા વચ્ચે તેમના સબંધીઓ અને મિત્રો શુભકામના અને ગીફ્ટ તેમના ઘરે મોકલી રહ્યાં છે. પરંતુ અમે જે ગીફ્ટની વાત કરી રહ્યાં છીએ તે ગીફ્ટ મોકલી છે અનુષ્કાના એક્સ બોયફ્રેન્ડ રણવીર સિંહે.

જ્યારથી વિરાટ અને અનુષ્કાના લગ્ન થયા ત્યારથી એક વાત ચર્ચાઈ રહી છે કે રણવીર સિંહે તેને શુભકામના આપી કે નહીં!! જો કે સોશિયલ મીડિયા પર રણવીરે અનુષ્કા અને વિરાટને કોઈ શુભકામના પાઠવી નથી. પરંતુ લગ્નની ગીફ્ટ માટે રણવીરે ફુલનું સૌથી મોટું બુકે તેના ઘરે મોકલ્યું છે.

એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર અનુષ્કાના મુંબઈ સ્થિત ઘર પર રણવીર સિંહે બુકે મોકલ્યું છે. ખાસ વાત તો એ છે કે આ બુકે પર માત્ર રણવીર સિંહનું નામ નથી લખ્યું પરંતુ દીપિકાનું નામ પણ લખવામાં આવ્યું છે. એટલે કે વિરાટ અને અનુષ્કાને ગીફ્ટ રણવીર અને દીપિકાએ મળીને મોકલી છે. અનુષ્કાની ગેરહાજરીમાં આ બુકે તેના હોમગાર્ડએ લીધું છે.

જણાવી દયે કે રણવીર અને અનુષ્કાએ બેન્ડ બાજા બારાત(2010) અને લેડીઝ વર્સિસ રિકી બહલ(2011)માં એક સાથે કામ કર્યું છે.

 
First published: December 16, 2017, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading