માસ્ક પહેરી સિમ્બાનો નાઇટ શો જોવા પહોંચ્યો રણવીર સિંહ, આ હતું કારણ

News18 Gujarati
Updated: January 7, 2019, 3:17 PM IST
માસ્ક પહેરી સિમ્બાનો નાઇટ શો જોવા પહોંચ્યો રણવીર સિંહ, આ હતું કારણ
રણવીર સિંહની તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ સિમ્બા 200 કરોડ ક્લબમાં સામેલ થઇ જશે

રણવીર સિંહની તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ સિમ્બા 200 કરોડ ક્લબમાં સામેલ થઇ જશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રણવીર સિંહની તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ સિમ્બા 200 કરોડ ક્લબમાં સામેલ થઇ જશે. ફેન્સે ફિલ્મ આવકારતા રણવીર સિંહ ખૂબ જ ખુશ છે. જ્યારે ફિલ્મના પહેલાં દિવસે રણવીર ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે થિયેટર પહોંચ્યો હતો. જ્યારે રીલિઝના એક અઠવાડિયા બાદ રણવીર માસ્ક પહેરી થિયેટર પહોંચ્યો હતો.

સિમ્બાની રીલિઝના 10માં દિવસે રણવીર ફેન્સ સાથે ફિલ્મ જોવા માટે પહોંચ્યો હતો. રણવીરના ગેટઅપને જોઇને બધા ચોંકી ગયા હતા. રવિવારે રણવીર, દીપિકા પાદુકોણ સાથે નવા વર્ષનું સેલિબ્રેશન કરી મુંબઇ પરત ફર્યો હતો. જે બાદ તે મોડીરાત્રે સિમ્બાનો શો જોવા ગયો હતો. રણવીરે તેનો ચહેરો બ્લેક માસ્ક અને બ્લેક ચશ્મામાં કવર કર્યો હતો.

રણવીરે આવું ફેન્સના રિયલ રિએક્શન જાણવા માટે કર્યું હતું. પરંતુ ફેન્સ અને મીડિયા રણવીરને માસ્કમાં પણ ઓળખી ગયા હતા.

First published: January 7, 2019
વધુ વાંચો
अगली ख़बर