Home /News /entertainment /દીપિકા પાદુકોણ નહીં હવે રણવીરે કહ્યું- હું રણબિર કપૂરને પ્રેમ કરું છું

દીપિકા પાદુકોણ નહીં હવે રણવીરે કહ્યું- હું રણબિર કપૂરને પ્રેમ કરું છું

રણવીરે કહ્યું- હું રણબિર કપૂરને પ્રેમ કરું છું

રણવીર સિંહને પૂછવામાં આવ્યું હતું કે, રણબિર કપૂરનું નામ આવતાં તેના મનમાં શું વિચાર આવે છે?

ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ આજકાલ તેના કરિયરની ઊંચાઇએ છે. હાલમાં જ 'સિમ્બા' દ્વારા બોક્સ ઓફિસ પર ધાક જમાવનારો રણવીર આગામી ફિલ્મ 'ગલી બોય'માં જોવા મળશે. હાલમાં જ પ્રમોશન દરમિયાન તેને રણબિર કપૂર વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેનો જવાબ તેણે ખૂબ જ અલગ અંદાજમાં આપ્યો હતો.

મીડિયા સાથે વાત કરતાં રણવીર સિંહને પૂછવામાં આવ્યું હતું કે, રણબિર કપૂરનું નામ આવતાં તેના મનમાં શું વિચાર આવે છે? આના જવાબમાં રણવીર સિંહે કહ્યું કે, પ્રતિભા, શાનદાર પ્રતિભા. મને રણબિર કપૂરથી પ્રેમ છે. તે મારો ગમતો એક્ટર છે. રણવીર સિંહ શરૂઆતથી જ રણબિર કપૂરના વખાણ કરતો આવ્યો છે. તે ઘણી વખત કહી ચૂક્યો છે કે, રણબિર કપૂરની ફિલ્મ 'બર્ફી'માં એક્ટિંગ જોઇ તે ખૂબ જ પ્રભાવિત થયો છે.

આ પણ વાંચો: Juicy Link-Up: રણબિર સાથે લગ્ન અંગે ખુલીને બોલી આલિયા ભટ્ટ

રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ પણ હાજર હતી. રણવીરની આ વાત સાંભળી તે હસી પડી હતી. રણવીર સિંહની ફિલ્મ 'ગલી બોય' 14 ફેબ્રુઆરીએ રીલિઝ થશે. ફિલ્મમાં રણવીર સિંહ, આલિયાના બોયફ્રેન્ડના પાત્રમાં જોવા મળશે.
First published:

Tags: Alia Bhatt, Deepika Padukone, Love, Ranbir Kapoor, Ranveer Singh

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો