Home /News /entertainment /લગ્નનાં 4 વર્ષ પછી રણવીર-દીપિકાના સંબંધોમાં તિરાડ પડી? અલગ થવાની અટકળો પર એક્ટરે આપી પ્રતિક્રિયા

લગ્નનાં 4 વર્ષ પછી રણવીર-દીપિકાના સંબંધોમાં તિરાડ પડી? અલગ થવાની અટકળો પર એક્ટરે આપી પ્રતિક્રિયા

રણવીર-દીપિકાના સંબંધોમાં તિરાડ પડી

દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh)ને લઈને ઈન્ટરનેટ પર એવી અફવા ફેલાઈ હતી કે દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ વચ્ચે બધુ ઠીક નથી. આ મામલો ત્યારે ગરમાયો જ્યારે કપલ સાથે સંબંધિત એક ટ્વિટ કોઈ યુઝરે વાયરલ કરી દીધું.

વધુ જુઓ ...
    દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh)ને લઈને ઈન્ટરનેટ પર એવી અફવા ફેલાઈ હતી કે દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ વચ્ચે બધુ ઠીક નથી. આ મામલો ત્યારે ગરમાયો જ્યારે કપલ સાથે સંબંધિત એક ટ્વિટ કોઈ યુઝરે વાયરલ કરી દીધું, જેમાં લખ્યું હતું, બ્રેકિંગ ! #DeepikaPadukone અને #RanveerSinghની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેને લઈને એવી અફવા ફેલાઈ હતી કે ખરેખર આવું થયું છે.

    તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બી-ટાઉન મોસ્ટ લવ્ડ કપલ છે. બંનેની વચ્ચે સ્પેશિયલ બોન્ડિંગ ફેન્સને મેજર કપલ ગોલ્સ આપે છે. તમે જણાવી દઈએ કે બંનેએ 2018માં ઇટલીમાં લગ્ન કર્યા હતા. કપલના લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે પરંતુ તેમની મુલાકાતને 10 વર્ષ થઈ ગયા છે.

    આ પણ વાંચોઃ દીપિકા પાદુકોણને ફરી હોસ્પિટલમાં ભરતી કરાવી, શ્વાસ લેવામાં અભિનેત્રીને થતી હતી તકલીફ

    અફવાઓને નકારી કાઢી


    રણવીર સિંહે ફિક્કી ફ્રેમ્સ ફાસ્ટ ટ્રેક 2022 ઈવેન્ટ દરમિયાન દીપિકા અને પોતાના સંબંધો વિશે વાત કરી. ઈવેન્ટમાં જ્યારે તેને બ્રેકઅપની અટકળોને લઈને સવાલ કરવામાં આવ્યા તો તેણે કહ્યું, ‘ટચવુડ...અમે મળ્યા અને 2012માં ડેટિંગ શરૂ કર્યું એટલા માટે 2022માં મને અને દીપિકાને 10 વર્ષ થઈ ગયા છીએ’. ઈવેન્ટથી રણવીરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે પોતાના સંબંધો વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. રણવીરના આ નિવેદનથી તેના ફેન્સ ખુશ છે.

    Meanwhile: Ranveer about Deepika in today’s event #DeepikaPadukone #RanveerSingh #Deepveer https://t.co/Jn6vfb3ZKs pic.twitter.com/MTS7GfzpjZ


    ત્રણ મહિનામાં બેવાર હોસ્પિટલમાં એડમિટ થઈ


    બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને ગઈ કાલ એટલે કે 26 સપ્ટેમ્બરની રાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. દીપિકાને સારું નહોતું અને તેને મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહીંયા દીપિકાના અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દીપિકાની ટીમ તરફથી કોઈ ઑફિશિયલ માહિતી શૅર કરવામાં આવી નહોતી. નોંધનીય છે કે આ પહેલાં દીપિકા જૂન મહિનામાં હૈદરાબાદની હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. દીપિકાને ઘણી જ નબળાઈ લાગતી હતી અને આ જ કારણે હાર્ટબીટ વધી ગયાં હતાં. એક્ટ્રેસ હોસ્પિટલમાં થોડાંક કલાકો માટે રહી હતી. તેને એડમિટ કરવામાં આવી નહોતી. તે સમયે દીપિકા ફિલ્મ 'પ્રોજેક્ટ K'ના શૂટિંગમાં વ્યસ્ત હતી.


    ‘રામલીલા’ પર મળ્યા હતા રણવીર-દીપિકા


    દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફિલ્મ મેકર સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘રામલીલા’ના સેટ પર મળ્યા હતા. અહીંથી બંનેના પ્રેમની શરૂઆત થઈ હતી. આ ફિલ્મ પછી બંનેએ બાજીરાવ મસ્તાની (Bajirao Mastani). પદ્માવત (Padmaavat) ફિલ્મ 83માં કામ કર્યું હતું. આ બધી ફિલ્મોમાં બંનેની કેમેસ્ટ્રી જોઈ ફેન્સ દિવાના થઈ ગયા હતા.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bollywood Actors, Deepika Padukone, Ranveer Singh

    विज्ञापन
    विज्ञापन