Home /News /entertainment /83 Movie: કપિલ દેવનો બરાબર અભિનય કરવા રણવીર સિંહ 6 મહિના સુધી 4 કલાક ક્રિકેટ રમ્યો હતો

83 Movie: કપિલ દેવનો બરાબર અભિનય કરવા રણવીર સિંહ 6 મહિના સુધી 4 કલાક ક્રિકેટ રમ્યો હતો

રણવીર સિંહે કપિલ દેવની જેમ બોલિંગ-બેટિંગ પોશ્ચરની નકલ કરવા માટે ઘણી મહેનત કરી

રણવીર સિંહ (Ranveer Singh)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ '83' 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. કપિલ દેવ (Kapil Dev)ના રોલમાં આવવા માટે રણવીરે ઘણી મહેનત કરી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) કપિલ દેવની પત્નીના રોલમાં જોવા મળશે

વધુ જુઓ ...
રણવીર સિંહ (Ranveer Singh)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ '83' 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. કબીર ખાન (Kabir Khan) દ્વારા નિર્દેશિત સ્પોર્ટ્સ ડ્રામા પર આધારિત આ ફિલ્મમાં બોલિવૂડ હીરો રણવીર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા ભજવતો જોવા મળી રહ્યો છે. કપિલ દેવ (Kapil Dev)ના રોલમાં આવવા માટે રણવીરે ઘણી મહેનત કરી છે. રણવીર, કપિલ દેવની પરફેક્ટ પ્રતિકૃતિ ફિલ્મના પોસ્ટર અને ટીઝરમાં જોવા મળે છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) કપિલ દેવની પત્નીના રોલમાં જોવા મળશે.

કપિલ દેવની નકલ કરવી સરળ ન હતી

રણવીર સિંહે કપિલ દેવની જેમ બોલિંગ-બેટિંગ પોશ્ચરની નકલ કરવા માટે ઘણી મહેનત કરી છે. કપિલ દેવના પ્રખ્યાત નટરાજ પોઝના બોલિંગ એક્શનમાં રણવીરને જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રણવીરના એક્શનના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કબીર ખાન સિલ્વર સ્ક્રીન પર 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમની સ્ટોરી બતાવવા જઈ રહ્યો છે.

કપિલ દેવની બોલિંગ એક્શન સૌથી અઘરી હતી

'83' માટે રણવીર સિંહે કપિલ દેવની બરાબર નકલ કરવા માટે ઘણી મહેનત કરી છે. માત્ર રમવાની રીત જ નહીં, પણ ટાલ-ઢાલ પણ નકલ કરવામાં આવી હતી. રણવીર સિંહે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, કપિલ દેવની બોલિંગ એક્શનની નકલ કરવી સૌથી મુશ્કેલ હતું. તેની બોલિંગ એક્શન અને બાયો મિકેનિક્સ પણ અનોખા છે. મારું શરીર તેમનાથી ઘણું અલગ છે તેથી મારે શારીરિક પરિવર્તનમાંથી પસાર થવું પડ્યું. શરૂઆતમાં મારું શરીર ખૂબ જ ભારે હતું કારણ કે હું 'સિમ્બા'ના શૂટમાંથી આવ્યો હતો.

આ પણ વાંચોકાજોલે તેનો પવઈવાળો એપાર્ટમેન્ટને ભાડે આપ્યો, દર મહિને માત્ર ભાડાથી કમાશે આટલા રૂપિયા

રણવીર સિંહે '83' માટે ઘણો પરસેવો પાડ્યો

રણવીર સિંહ આગળ જણાવે છે કે, '83 વર્લ્ડ કપના દિગ્ગજ બલવિંદર સિંહ સંધુ જે અમારા કોચ પણ હતા તેમણે જોયું કે, મારું શરીર ખૂબ જ ભારે છે અને પછી તેમણે કહ્યું કે જ્યારે તમે રન-અપમાં આવો છો, ત્યારે પહેલવાન જેવા લાગો છો. અને તેમણે મને લગભગ એક મહિના માટે પાછો મોકલી દીધો જેથી હું કપિલ દેવના પાત્રમાં આવવા માટે જરૂરી શારીરિક ફેરફારો કરી શકું. આ માટે હું 6 મહિના સુધી દરરોજ 4 કલાક ક્રિકેટ રમતો હતો અને 6 મહિના સુધી 2 કલાક મારી ફિઝિકલ કન્ડિશનિંગ કરતો હતો. મે પરફેક્શન લાવવા માટે કલાકો સુધી મહેનત કરી છે.
First published:

Tags: 1983 World Cup, 83 Moive, Dipika Padukone, Kapil Dev, Ranveer Singh, Ranveer Singh.83

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો