ન્યૂઝ18 ગુજરાતી: 'અપના ટાઇમ આયેગા' અને 'અસલી હિપ હોપ' બાદ રણવીર સિંહ વધુ એક રેપમાં જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં રીલિઝ થનારી તેની ફિલ્મ 'ગલી બોય'નું વધુ એક ગીત રીલિઝ થયું છે. 'મેરે ગલી મેં' ગીતના રીલિઝની જાણકારી રણવીરે તેના સોશિયલ એકાઉન્ટ્સ પર આપી છે. ત્રણ મિનિટ લાંબા ગીતમાં મુંબઇના એક યુવકની એનર્જી જોઇ શકાય છે. એક એવો યુવક જે રેપર બનવા માગે છે. ગીત દર્શકોને ગમી રહ્યું છે.
ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. જ્યારે ગીતને રેપર નેઝી અને ડિવાઇને કમ્પોઝ કર્યું છે. રણવીર સિંહ અને સિદ્ધાર્થ ચતુર્વેદીએ આ ગીત ગાયું છે. જ્યારે લિરિક્સ ડિવાઇન અને નેઝીના છે. ગીતના લિરિક્સ જબરદસ્ત છે. આ પહેલાં ફિલ્મના બે ગીત રીલિઝ થયા હતા, જે દર્શકોને પસંદ પડ્યા હતા.
આ ફિલ્મ રણવીર માટે ખાસ છે. રણવીરે આ ફિલ્મ અંગે કહ્યું હતું કે, 'પહેલીવાર મને એવું લાગે છે કે આ એવી ફિલ્મ છે જેના માટે હું પેદા થયો છું. આ હું જ કરી શકું છું, હું જ કરીશ. આ મારી ફિલ્મ છે.'