રણવીર સિંહનાં દાદીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

દીપિકા પાદુકોણ પણ રણવીરની દાદીને મળવા પહોંચી હતી. જ્યારે દીપિકા રણવીરની દાદીને મળવા ગઇ હતી ત્યારે વાતો હતી કે તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરવાનાં છે

દીપિકા પાદુકોણ પણ રણવીરની દાદીને મળવા પહોંચી હતી. જ્યારે દીપિકા રણવીરની દાદીને મળવા ગઇ હતી ત્યારે વાતો હતી કે તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરવાનાં છે

 • Share this:
  નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર રણવીર સિંહ માટે સોમવારની સવાર એક દુ:ખદ સમાચાર લઇને આવી છે. લાંબા સમયથી બીમાર રણવીર સિંહનાં દાદી અંજુ ભવનાનીનું નિધન થઇ ગયુ છે. અચાનક થયેલાં નિધન બાદ રણવીર સિંહે હાલમાં તેનાં તમામ શૂટ અને પ્રોગ્રામ્સ કેન્સલ કરી તેને પોસ્ટપોન્ડ કરી દીધા છે.

  રણવીર સિંહ તેનાં દાદીની ઘણો જ નજીક હતો. એક ઇન્ટરવ્યુંમાં તેણે આ વાત પણ જણાવી હતી. તેની ગ્રાન્ડમધર વિશે વાત કરતાં રણવીરે કહ્યું હતું કે, 'તે મારા માટે ઓક્સિજન અને પાણી જેટલી જ જરૂરી છે. હું સૌની સાથે ઝડપથી જોડાઇ જવું છું. પછી તે મારા ફેન્સ હોય કે મારી ફેમિલી હોય. મારી પરવરિશ જ એ પ્રકારે થઇ છે. મારા ઘરમાં બધા હમેશાં એકબીજાને હગ અને કિસ કરતાં રહેતા હોય છે.'

  થોડા સમય પહેલાં દીપિકા પાદુકોણ પણ રણવીરની દાદીને મળવા પહોંચી હતી. જ્યારે દીપિકા રણવીરની દાદીને મળવા ગઇ હતી ત્યારે વાતો હતી કે તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરવાનાં છે. આપને જણાવી દઇએ કે, રણવીર સિંહ હાલમાં તેની અપકમિંગ ફિલ્મોનાં શૂટિંગમાં બિઝી છે. તેની છેલ્લી ફિલ્મ 'પદ્માવત' બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી ચૂકી છે. હતી જેણે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. ફિલ્મમાં તેનાં રોલ 'અલ્લાઉદ્દિન ખિલજી' નાં ભરપેટ વખાણ થયા છે.

  અંજૂ ભવનાની (રણવીરનાં દાદી)
  Published by:Margi Pandya
  First published: