Home /News /entertainment /MS DHONI સાથે ફૂટબોલ રમતો દેખાયો RANVEER SINGH, માહી પર પ્રેમ વરસાવતો આવ્યો નજર

MS DHONI સાથે ફૂટબોલ રમતો દેખાયો RANVEER SINGH, માહી પર પ્રેમ વરસાવતો આવ્યો નજર

(PHOTO-@viralbhayani)

રણવીર સિંહ (Ranveer Singh) અને મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) બંને સેલિબ્રિટી 'હી ઓલ સ્ટાર્સ ફૂટબોલ ક્લબ'નાં સભ્યો છે. જે ભારતમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહિત કરે છે. સાથે જ ચેરિટી માટે ફંડ એકત્ર કરવા માટે મેચ આયોજિત કરે છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. હાલનાં સમયમાં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) સાથે તેની બોન્ડિંગ અંગે ચર્ચામાં છે. ખરેખરમાં હાલમાં જ રણવીર સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીને મુંબઇનાં એક સ્ટેડિયમમાં ફૂટબોલ રમતા જોવામાં આવ્યાં હતાં. જ્યાં બને એકબીજાની સાથે ખુબ બધી મસ્તી કરતાં નજર આવ્યાં હતાં. ફૂટબોલ ગ્રાઉન્ડ પરનો બંનેનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં ક્યારેક બંને વાતો કરતાં નજર આવે છે તો ક્યારેક મિત્રોની જેમ એકબીજાને ગળે મળતાં નજર આવે છે.

આ પણ વાંચો- Prabhas: 200 કરોડની સંપત્તિનો માલિક છે પ્રભાસ, જીવે છે આવી લગ્ઝુરિયસ લાઇફ

રણવીર સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની બંને સેલિબ્રિટી 'હી ઓલ સ્ટાર્સ ફુટબોલ ક્લબ'નાં સભ્યો છે .જે ભારતમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહિત કરે છે. સાથે જ ચેરિટી માટે ફંડ એકત્ર કરવા માટે મેચ આયોજિત કરે છે.




રવિવારે રણવીરને પ્રેક્ટિસ મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોનીને ગલે મળતો જોવા મળે છે આ સમયનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. તવસીરમાં તે ટીમનાં બાકીનાં સભ્યોની સાથે ગ્રીન જર્સી પહેરેલો નજર આવે છે. રણવીરે તેનાં માથે પોનીટેલ બાંધી છે. બોલિવૂડ પેપરાઝી વિરલ ભાયાણીએ પણ રણવીર અને એમએસ ધોનીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં બંને તેમની ટીમનાં અન્ય સભ્યોની સાથે નજર આવે છે.

આ પણ વાંચો- NORA FATEHIએ લાલ ડ્રેસમાં વિખેર્યા જલવા, સિઝલિંગ અંદાજ પર ફિદા થયા ફેન્સ

મહેન્દ્ર સિંહ ધોની અને રણવીર સિંહની સાથે જ સૈફ અલી ખાનનો મોટો દીકરો ઇબ્રાહિમ અલી ખાન પટૌડી પણ ગ્રાઉન્ડમાં નજર આવે છે. આ દરમિયાન ઇબ્રાહિમે ઓરેન્જ જર્સી પહેરેલી છે તો બીજી ઝલકમાં ઇબ્રાહિમ સ્ટ્રેચિંગ કરતો નજર આવે છે. અને પછી રમવાની તૈયારીમાં લાગી છે.
First published:

Tags: Celebrity Football, Entertainment news, Gujarati news, Mahendra singh dhoni, Ms dhoni, News in Gujarati, Ranverr Singh, ફુટબોલ