બોલીવુડ એક્ટર રણવીર સિંહ એક સારો એક્ટર પણ છે. અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીમાં પોતાની શાનદાર એનર્જી અને જોશીલા ડાંસ માટે ઓળખવામાં આવે છે. તે જ્યાં પણ જાય છે તે તે પોતાના અંદાજમાં પુરી મહેફિલ લૂંટી લે છે. ત્યારે આવો જ એક અંદાજ તમને ફરીવાર જોવા મળશે ક્રિકેટના 'મહાકુંભ'માં. ખબર છે કે સાત એપ્રિલ 2018થી શરૂ થઈ રહેલા આઈપીએલ સીઝન-11ની ઓપનિંગ સેરેમનીમાં બોલીવુડના અલાઉદ્દીન ખિજલી એટલે કે રણવીર સિંહ પરફોર્મ કરતો જોવા મળશે.
જાણવા મળ્યું છે કે આઈપીએલમાં પરફોર્મ કરવા માટે બોલીવુડના બાજીરાવ રણવીર સિંહને અપ્રોચ કરવામાં આવ્યા છે. જેના બદલે રણવીરે એક મોટી રકમની ડિમાન્ડ કરી છે. રણવીરે 15 મિનિટના પરફોર્મન્સ માટે 5 કરોડ રૂપિયાની માગ કરી છે.
ડીએનએના રિપોર્ટ અનુસાર ઓપનિંગ સેરેમનીમાં રણવીરને 15 મિનિટના પરફોર્મન્સ માટે 5 કરોડ રૂપિયાની ફી આપવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર ઓર્ગેનાઈજિંગ ટીમ પહેલા જ નિર્ણય કરી ચૂકી હતી. કે તેમને ઓપનિંગ સેરેમનીના દિવસે રણવીર સિંહનું જ પરફોર્મંસ જોઈએ. જેથી તેને આ મોટી રકમ ઓફર કરવામાં આવી રહી છે.
જ્યારે રણવીર સિંહની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો હાલ તો તે ગલી બોયના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તે રેપરનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ પણ આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.
આ સિવાય રણવીર રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંબા'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાર અલી ખાન પણ જોવા મળશે.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર