રણવીરસિંહની ફિલ્મ 'જયેશભાઇ જોરદાર'નું પોસ્ટર રિલીઝ થતા ફેન્સે પકડી ભૂલ

News18 Gujarati
Updated: December 4, 2019, 2:50 PM IST
રણવીરસિંહની ફિલ્મ 'જયેશભાઇ જોરદાર'નું પોસ્ટર રિલીઝ થતા ફેન્સે પકડી ભૂલ
રણવીર સિંહ

"આઇડિયા તો ક્યાંયથી પણ આવી શકે છે."

  • Share this:
બૉલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) પોતાની અદ્ઘભૂત એક્ટિંગ અને શાનદાર ફિલ્મો માટે જાણીતા છે. હાલ જ તે વધુ એક વાર ગુજરાતી હિરોની ભૂમિકા ભજવવા જઇ રહ્યા છે. રણવીર સિંહની ફિલ્મ જયેશભાઇ જોરદારનું (Jayeshbhai jordaar) પોસ્ટર રીલિઝ થયું છે. જેમાં રણવીરને ઓળખવો મુશ્કેલ છે. તે અસલ ગુજરાતી લાગે છે. અને પોસ્ટર જોઇને જ લાગે છે કે ફિલ્મ પણ જોરદાર જ રહેવાની છે. જો કે રણવીરની ફિલ્મનું પોસ્ટર રીલિઝ થતા જ તેના ફેન્સે આ ફિલ્મના પોસ્ટરની એક ભૂલ પકડી પાડી છે. સોશિયલ મીડિયાના યુઝર્સે રણવીર સિંહે તેના ઓફિશ્યલ એકાઉન્ટથી પોસ્ટર શેર કર્યા પછી જ આ ભૂલનો ખુલાસો ખર્યો છે. જેના કારણે આ ટ્વિટ જલ્દીથી વાયરલ પણ થઇ રહી છે.થયું એવું કે સોશિયલ મીડિયા પર એક યુઝરે રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ જયેશભાઇ જોરદાર અને કંગના રનૌતની ફિલ્મ તનુ વેડ્સ મનુ રિટર્ન્સનું પોસ્ટર ખૂબ જ મળતું આવે છે. તનુ વેડ્સ મનુ રિટર્ન્સમાં પણ બેકગ્રાઉન્ડમાં હરિયાણવી મહિલાઓ માથે લાજ નીકાળીને ઊભી છે. અને રણવીરના ફિલ્મમાં પણ મહિલાઓ માથે સાડી ઓઢીને ઊભી છે. આ બંને ફોટોને શેર કરીને એક યુઝર્સે કહ્યું કે આઇડિયા તો ક્યાંયથી પણ આવી શકે છે.


ઉલ્લેખનીય છે કે રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ જયેશભાઇ જોરદાર તેમની ફિલ્મ 83 પછી રીલિઝ થશે. આ ફિલ્મના નિર્દેશક છે દિવ્યાંગ ઠક્કર. અને નિર્મતા છે મનીષ શર્મા. આ ફિલ્મ કોમેડી ડ્રામા પર આધારિત છે. વર્ક ફંટની વાત કરીએ તો બહુ જલ્દી જ રણવીર સિંહની ફિલ્મ 83 રીલિઝ થવાની છે. જેમાં તે કપિલ દેવનું રીલ પાત્ર રૂપેરી પડદે નીભાવતા નજરે પડશે. સાથે જ આ ફિલ્મમાં દીપિકા સાથે લગ્ન પછી બંને કપલ તરીકે રૂપેરી પડદે સાથે દેખાશે.
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर