ન્યૂઝ18 ગુજરાતી: રણવીર સિંહની ફિલ્મ 'Gully Boy'નું નવું ગીત 'Doori' રીલિઝ થયું છે. 14 ફેબ્રુઆરીએ રીલિઝ થનારી આ ફિલ્મના નવા ગીતમાં રણવીર સિંહની નાણાકીય તંગી બતાવવામાં આવી છે. ગીતના લિરિક્સ છે- કોઇ મુઝકો યું બતાએ, ક્યોં યે દૂરી ઔર મજબૂરી. આ ગીત રણવીર સિંહે ગાયું છે, જે 2.31 મિનિટ લાંબુ છે.
આ ગીતમાં ઋષિ રિચનું મ્યૂઝિક છે, જ્યારે જાવેદ અખ્તર અને ડિવાઇને આના લિરિક્સ લખ્યા છે. આ ગીતમાં મિક્સિંગની ખાસ કમાલ છે. આ પહેલા ગલી બોયના બે ગીત 'અસલી હિપ હોપ' અને 'અપના ટાઇમ આએગા' રીલિઝ થયા હતા, જે લોકોને પસંદ પડ્યા હતા. 'ગલી બોય' ફરહાન અખ્તરની બહેન જોયા અખ્તરે ડાયરેક્ટ કરી છે.
ફિલ્મમાં રણવીર સિંહ એક ગરીબ યુવકના પાત્રમાં છે, જે રેપર બનવા માટે સંઘર્ષ કરે છે. રણવીર સિંહે આ ફિલ્મ માટે દેસી રેપર્સ પાસેથી રેપની ટ્રેનિંગ લીધી છે. રણવીર તેના રિસેપ્શનમાં પણ રેપ ગાતો જોવા મળ્યો હતો.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર