Ranveer Singh : રણવીર સિંહ પોતાના લુક્સના કારણે લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. પરંતુ હવે તે પોતાની લક્ઝરી કારના કારણે વિવાદોમાં ફસાયો છે. લોકોએ સોશિયલ મીડિયા પર મુંબઇ પોલીસને તેની ફરિયાદ કરી છે.
Ranveer Singh Luxury Car : રણવીર સિંહ પાસે લક્ઝરી કાર્સનું કલેક્શન છે અને તે ઘણીવાર મુંબઇની ગલીઓમાં આ કારમાં સવાર થઇને ફરતો જોવા મળ્યો છે. પરંતુ હાલમાં જ્યારે તે પોતાની 3.9 કરોડની કાર લઇને મુંબઇના રસ્તાઓ પર નીકળ્યો તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી. અમે વાત કરી રહ્યાં છીએ તેની ઓસ્ટિન માર્ટિન કારની, જે તેણે થોડા વર્ષો પહેલા ખરીદી હતી.
રિપોર્ટ્સ અનુસાર કારનું ઇન્શ્યોરન્સ 28 જૂન 2020ના રોજ એક્સપાયર થઇ ચુક્યું છે. જેને રણવીરે હજુ સુધી રિન્યૂ નથી કરાવ્યું અને તેમ છતાં તે કાર ડ્રાઇવ કરી રહ્યો છે. લોકો તેની આ હરકતને કાયદાનું ઉલ્લંઘન ગણાવતા રણવીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે.
એક સોશિયલ મીડિયા યુઝરે કાર અને એક સ્ક્રીન શૉટ શેર કરીને તેના કેપ્શનમાં મુંબઇ પોલીસને ટેગ કરતાં લખ્યું છે, પ્લીઝ રણવીર સિંહ વિરુદ્ધ કડક કાર્યવાહી કરો. તે ગઇકાલે ઇન્શ્યોરન્સ વિનાની કાર ચલાવી રહ્યો હતો. મુંબઇ પોલીસે પણ આ ટ્વિટર યુઝરને જવાબ આપ્યો છે અને લખ્યું કે તેમણે ટ્રાફિક બ્રાન્ચને આ વિશે જાણકારી આપી છે. જો કે ટ્વિટર યુઝર્સ મુંબઇ પોલીસના ટ્વીટ પર જવાબ આપતા સવાલ ઉઠાવી રહ્યાં છે. પરિણામે એક યુઝરે લખ્યું કે, કડક કાર્યવાહી કરો. VVIPને વિશેષાધિકાર કેમ? અન્ય એક યુઝરે પૂછ્યું, કોઇ અપડેટ?
દીપિકા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં
હાલમાં જ રણવીર સિંહ ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે દીપિકા પાદુકોણ સાથે તેના સંબંધોમાં ખટાશ આવવાની વાત મીડિયામાં વાયરલ થઇ હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રણવીર અને દીપિકા વચ્ચે બધુ બરાબર નથી. જો કે પછીથી દીપિકા અને રણવીરે એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર રિએક્ટ કરતાં આ અફવાઓનું ખંડન કર્યુ હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ છેલ્લે ફિલ્મ 'જયેશભાઇ જોરદાર'માં જોવા મળ્યો હતો. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તેની અપકમિંગ ફિલ્મોમાં રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી 'સર્કસ' અને કરણ જોહર ડાયરેક્ટેડ ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' સામેલ છે. આ ફિલ્મમાં તેની સામે હિરોઇન તરીકે આલિયા ભટ્ટને કાસ્ટ કરવામાં આવી છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર