ન્યૂઝ18 ગુજરાતી: આજકાલ રણવીર સિંહ તેની ફિલ્મ 'ગલી બોય'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન માટે તે અનેક ઇવેન્ટમાં જોવા મળે છે. આ દરમિયાન રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. ફિલ્મનું ગીત ગાતા-ગાતા તેણે અચાનક જ ફેન્સ પર છલાંગ મારી હતી. આ વીડિયો સોશિય મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
જ્યારે રણવીરે છલાંગ મારી ત્યારે તેના ફેન્સ વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા. સાથે જ તેનું સોંગ પણ એન્જોય કરી રહ્યા હતા. રણવીરે છલાંગ મારી ત્યારે ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, કેટલાક લોકોને ઇજા પણ પહોંચી અને જેમાં કેટલીક મહિલાઓ પણ જમીન પર પડી ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ગલી બોય' ઝોયા અખ્તરે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં રણવીર ઉપરાંત આલિયા ભટ્ટ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ સ્ટ્રીટ રેપર ડિવાઇન અને નિયાજીની લાઇફ પર આધારિત છે. ત્યાં જ ફિલ્મનું પ્રોડક્શન ઝોયા, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ કર્યું છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર