'83'ની પાર્ટીમાં રણ-દીપે 'નશે સી ચઢ ગઇ' ગીત પર કર્યો રૉમાન્ટિક ડાન્સ

રણવીર સિંહે ફિલ્મ 83નું શૂટિંગ પૂરું કરી દીધું છે. આ ફિલ્મ પૂરી થયા પછી આ પાર્ટીના કેટલાક વીડિયો સામે આવ્યા છે.

News18 Gujarati
Updated: October 9, 2019, 11:53 AM IST
'83'ની પાર્ટીમાં રણ-દીપે 'નશે સી ચઢ ગઇ' ગીત પર કર્યો રૉમાન્ટિક ડાન્સ
રણવીર દીપિકા
News18 Gujarati
Updated: October 9, 2019, 11:53 AM IST
મંગળવારની રાતે રણવીરસિંહે મચટોક્ડ ફિલ્મ '83'ની રેપઅપ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ સાથે આ ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાજર રહી હતી. પાર્ટી બૉય તરીકે જાણીતા રણવીરે આ પાર્ટીમાં આગ લગાવી દીધી હતી. અને દીપિકા પાદુકોણે પણ પતિને આ વાતમાં ખૂબ સાથ આપ્યો હતો. બંનેએ અહીં ખૂબ જ ધમાલ મસ્તી કરી હતી. આ પાર્ટીના વીડિયો અને તસવીરો હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. જેમાં દીપવીરનો પ્રેમ નજરે ઉડીને જોવા મળી હતી. 


Loading...View this post on Instagram
 

Mast Malang #DeepikaPadukone #RanveerSingh groove to #NasheSiChadhGayi at movie wrap up bash in Mumbai 😍😍❤️❤️ #Instalove #ManavManglani


A post shared by Manav Manglani (@manav.manglani) on


આ પાર્ટીમાં રણવીર કપૂર અને દીપિકા પાદુકોણે બેફિક્રે ફિલ્મનું પ્રસિદ્ધ ગીત 'નશે સી ચઢ ગઇ' પર મન મૂકીને નાચ્યા હતા. અને બંનેનો ક્રેઝી પણ રૉમાન્ટિક લવ આ ડાન્સમાં જોવા મળ્યો હતો. જો કે ગીત પંજાબી હોય કે હિન્દી ફિલ્મનું ગીત આ કપલે તમામ ગીતો પર જોરદાર ડાન્સ કર્યો હતો. અને બંને અહીં મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. વળી બંનેએ સફેદ રંગના કપડા પણ પહેર્યા હતા. દીપિકાએ વાઇટ ઓફ સોલ્ડર શર્ટ પહેર્યું હતું. અને રણવીરે વાઇટ લૉંગ સ્લીવ જર્સી પહેરી હતી. સાથે તેઓ સુંદર દેખાઇ રહ્યા હતા. એટલું જ નહીં પાર્ટીમાં રણવીરે રૈપ પણ કર્યું હતું. આમ પણ રણવીરસિંહની પાર્ટી હોય તો મોજ મસ્તી ના હોય તેવું તો બને જ નહીં! એક સારા હોસ્ટની જેમ રણવીરે બધાનું ભરપૂર મનોરંજન કર્યું હતું. રણવીરે આ પાર્ટીમાં મલ્હારી ડાંસ પણ કર્યો હતો. 
View this post on Instagram
 

ranveer singh and deepika padukone celebrate the wrap up of their upcoming movie '83' at derby, bkc @derbymumbai


A post shared by yogen shah (@yogenshah_s) on

ઉલ્લેખનીય છે કે રણવીરસિંહની ફિલ્મ 83 ભારતના જાણીતા ક્રિકેટર કપિલ દેવના જીવન પર આધારિત છે. જે રીતે 1983 માં કપિલ દેવ અને તેમની ટીમે ભારતને ક્રિકેટ વિશ્વ કપ જીતાડ્યો હતો તે સફરની અહીં દર્શાવાયો છે. સાથે જ કપિલ દેવની ઓન સ્ક્રીન વાઇફનો રોલ આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ભજવી રહી છે.
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...